આઈપીએલની બાકીની મેચોમાં વેક્સિન લીધી હશે તેવા દર્શકોને મળી શકે છે પ્રવેશ

  • June 01, 2021 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેચોની તૈયારી માટે બીસીસીઆઇ અધિકારીઓની ટીમ દુબઇ પહોંચી



યુએઇમાં યોજાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનની બાકીની મેચો માટે દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી મળી શકે છે. અહેવાલ અનુસાર, યુએઇ સરકારના નિયમો પ્રમાણે સ્પોર્ટિંગ ઇવેન્ટ્સમાં તે દર્શકોને જ મેચ જોવાની પરવાનગી હશે, જે કોવિડ-19ની વેક્સિન લઇ ચૂક્યાં છે.

 


આઇપીએલ 2021ની બાકીની મેચોની તૈયારી માટે બીસીસીઆઇ અધિકારીઓની ટીમ દુબઇ પહોંચી ગઇ છે. બીસીસીઆઇએ શનિવારે એસજીએમમાં જણાવ્યું હતું કે, આઇપીએલની બાકીની 31 મેચ સપ્ટેમ્બર-ઓક્ટોબર વચ્ચે યુએઇમાં રમાશે.

 


ક્રિકબઝના અહેવાલ અનુસાર, યુએઇ સરકારના નિયમો પ્રમાણે મેદાનમાં 50 ટકા દર્શકોને આઇપીએલ 2021ની બાકી મેચોમાં એન્ટ્રી મળી શકે છે. આની માટે શરત એ છે કે, તે પ્રશંસકોને જ સ્ટેડિયમમાં પ્રવેશ મળશે જે કોરોનાની વેક્સિન લગાવી ચૂક્યાં છે. યુએઇમાં મોટાભાગના લોકોને વેક્સિન લાગી ચૂકી છે. બીસીસીઆઇ અને યુએઇ સરકાર માટે આ દર્શકોને મંજૂરી આપવી કોઇ મોટી ચિંતાની વાત નથી, જો સ્થાનિક સરકાર ઇવેન્ટ માટે કોઇ ખાસ નિયમ ન બનાવે તો બીસીસીઆઇ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી, જય શાહ, વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લા, અરુણ ધૂમલ દુબઇ પહોંચ્યા છે. બીસીસીઆઇ ટીમ તૈયારીઓને લઇને યુએઇ સરકાર અને અમીરાત ક્રિકેટ બોર્ડ સાથે વાત કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS