તા. 22 જાન્યુઆરીના રામલલાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ત્યારે અયોધ્યા ખાતે ચાલી રહેલી તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સ્વાભાવિક છે કે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક વીઆઇપી મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે એટલે તેમની હાજરી જોવા મળે અને આ દિવસોમાં રામલલાના દર્શન માટે ભક્તોનું ધોડાપૂર પણ ઉમટવાનું છે ત્યારે અહીં આવનારા ભક્તોને તમામ પ્રકારની સુવિધા મળી રહે તે માટે પણ ખાસ તૈયારીઓ થઇ રહી છે. આ માટે ખાસ બેઠક પણ યોજાઇ હતી.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અવારનવાર તૈયારીની સમીક્ષા કરી નિર્દેશ આપતા જોવા મળ્યા છે. પરંતુ હવે જેમ જેમ 22 જાન્યુઆરી નજીક આવી રહી છે તેમ અનેકવિધ બાબતો પર પ્રકાશ પાથરવા માટે બેઠકોનો દોર થઇ રહ્યો છે. ત્યારે હાલ તો ભાજપના ચાર રાષ્ટ્રીય મહાસચિવો અને નાયબ મુખ્યપ્રધાને અનેક મંત્રીઓ સાથે સર્કિટ હાઉસમાં વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ અને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
બેઠકમાં પ્રાણ પ્તિષ્ઠા અને ત્યાર બાદ દેશ-વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે સરળતાપૂર્વક વ્યવસ્થા કરવા માટે વિચારણા કરવામાં આવી હતી. તેમના રહેઠાણ, આરોગ્ય, સુરક્ષા અને પરિવહનને લગતી વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ.અનિલ મિશ્રાએ જાણકારી આપી હતી કે, આમંત્રિત મહેમાનો 22 જાન્યુઆરીએ આવશે. ત્યાર બાદ 23 જાન્યુઆરીથી રામલલાના દર્શન કરવા માટે દેશભરમાંથી દરરોજ મોટી સંખ્યામાં ભક્તો આવશે. તેમને દરેક પ્રકારની વ્યવસ્થા અને સુવિધા પૂરી પાડવાની રહેશે. આ માટે ભાજપના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ટ્રસ્ટ, ગવર્નન્સ અને વહીવટીતંત્રની સંયુક્ત બેઠક યોજાઈ હતી.
ખાસ તો કોઈ પણ રામ ભક્તને કોઈ મુશ્કેલી ન પડે તે માટે દરેક લોકો સાથે મળીને કામ કરી રહ્યા છે. રમામંદિર ખાતે આવતા રામ ભક્તોને સરળતાથી દર્શન થઇ શકે, તેમના રહેઠાણની સારી વ્યવસ્થા થઈ શકે તેમજ ઠંડી વચ્ચે વરસાદ પણ થાય ત્યારે આવી તમામ નાની બાબતો માટે ખાસકાળજી લેવામાં આવશે. શ્રધ્ધાળુઓને સ્પર્શતા આવા તમામ મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં યુપીના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક, વિકાસ મંત્રી એકે શર્મા, કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહી, કમિશનર ગૌરવ દયાલ સહિત અનેક પદાઘિકારીઓ, નેતાઓએ ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધનશ્રી વર્મા ફિલ્મમાં ડેબ્યૂ કરવા તૈયાર
November 23, 2024 12:43 PMપતિ પત્ની ઔર વો 2માં રવિના ટંડનની એન્ટ્રી
November 23, 2024 12:41 PMઅભિષેકની ફિલ્મ 'આઈ વોન્ટ ટુ ટોક' બોક્સ ઓફિસ પર ચુપ
November 23, 2024 12:37 PMશ્વેતા તિવારીએ મારા પર હાથ ઉપાડ્યો હતો
November 23, 2024 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech