સૌરાષ્ટ્રના ગુજસીટોકના કેસ સરકાર તરફે લડવા સ્પે.પી.પી. તરીકે તુષાર ગોકાણીની નિમણૂક

  • November 25, 2020 06:02 PM 352 views

ગુજરાત સરકારના ગુજરાત ક્ધટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ 215 (ગુજસીટોક)ના કેસ લડવા માટે રાજ્યભરના પાંચ વિભાગોમાં જુદા જુદા પાંચ નિષ્ણાત ધારાશાસ્ત્રીઓની નિમણૂક કરવામાં આવી છે તેમાં રાજકોટ વિભાગના ગુજસીટોકના કેસ સરકાર તરફે લડવા માટે યુવા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણીની વરણી કરવામાં આવી છે. અત્રે યાદ રહે રાજકોટ ખાતે સ્પે.ડેઝીગનેટેડ ગુજસીટોક અદાલતમાં જામનગર, અમરેલી, ગોંડલ સહિતના ઓર્ગેનાઇઝડ ક્રિમીનલ ગેંગ સામેના કેસો ચાલી રહ્યા છે.

 

રાજ્યના કાનૂન વિભાગ દ્વારા થયેલી અન્ય નિમણૂકોમાં અમદાવાદ વિભાગમાં ધારાશાસ્ત્રી બ્રિજેશ લીંબાચીયા, વડોદરા વિભાગમાં રઘુવીર પંડયા, સુરતમાં નયન સુખડવાલા અને કચ્છ વિભાગમાં કલ્પેશ ગોસ્વામી વગેરે ધારાશાસ્ત્રીઓનો સમાવેશ થાય છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application