ચુંટણી છે તે રાજ્યો પર મોદી સરકારની વિશેષ કૃપા દ્રષ્ટિ, બજેટમાં ફાળવવામાં આવ્યા કરોડો રૂપિયા

  • February 01, 2021 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોદી સરકારના સામાન્ય બજેટમાં જે રાજ્યોમાં આગામી સમયમાં ચુંટણી થનાર છે તેના પર વિશેષ કૃપાદ્રષ્ટિ રાખવામાં આવી હતી.  નાણામંત્રી નિર્મલાએ સામાન્ય બજેટમાં આ વર્ષે 3500 કિમી નવા રાષ્ટ્રીય રાજમાર્ગ બનાવવાનો લક્ષ્ય રાખ્યો છે. આ સાથે જ તમિલનાડુથી લઈ કેરળ, આસામ અને પશ્ચિમ બંગાળને વિકાસની નવી ભેટ આપી છે. ટેક્સટાઈન પાર્કથી લઈ હાઈવે અને ઈકોનોમિક કોરિડોરના એલાન સાથે તમિલનાડુના રાજનીતિક સમીકરણ સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય તેમ જણાય છે. આ સાથે જ પશ્ચિમ બંગાળમાં હાઈવેની કાયાકલ્પ કરવાનું પણ એલાન કરવામાં આવ્યું છે. 
 

નિર્મલા સીતારમને પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે તમિલનાડુમાં નેશનલ હાઈવે પ્રોજેક્ટ માટે 1.03 લાખ કરોડ ફાળવ્યા છે. કેરળમાં 1100 કિલોમીટર લાંબો નેશનલ હાઈવે બનાવવામાં આવશે. તેના પર 65 હજાર કરોડનો ખર્ચ થશે. આ સાથે જ મુંબઈ-કન્યાકુમારી ઈકોનોમિક કોરીડોરનું નિર્માણ કરવામાં આવશે. રાજ્યના ઈંફ્રાસ્ટ્રકચરની દ્રષ્ટિએ મહત્વનું માનવામાં આવે છે.
 

નાણામંત્રીએ પશ્ચિમ બંગાળને પણ ખાસ ભેટ આપી હતી. કોલકત્તા-સિલીગુડી માટે પણ નેશનલ હાઈવે પ્રોજેક્ટનું એલાન કરવામાં આવ્યું હતું. 25 કરોડ રૂપિયાના ખર્ચે હજારો કિલોમીટર હાઈવે તૈયાર કરવામાં આવશે જેમાં કોલકત્તા-સિલીગુડી રોડનું રીપેરીંગ પણ કરવામાં આવશે. નાણામંત્રીએ આગામી ત્રણ વર્ષમાં હાઈવે અને ઈકોનોમિક કોરિડોરનું એલાન કર્યું હતું. આ સિવાય આગામી 5 વર્ષમાં ફિશિંગ હાર્બરને આર્થિક ગતિવિધિના હબ તરીકે તૈયાર કરવામાં આવશે. 
 

તમિલનાડૂમાં ફિશ લેડિંગ સેન્ટરનો વિકાસ કરવામાં આવશે. તમિલનાડુમાં થનાર વિધાનસભાની ચુંટણીની દ્રષ્ટિએ મોદી સરકારના આ નિર્ણયને રાજકીય નિર્ણય માનવામાં આવે છે. આ સાથે નાણામંત્રી નિર્મલા સીતારમને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રેલ યોજના 2030 તૈયાર થઈ ચુક્યું છે. કુલ 1.10 લાખ કરોડ રૂપિયાનું બજેટ રેલ્વેને આપવામાં આવ્યું છે. ભારતીય રેલ્વે ઉપરાંત મેટ્રો, સિટી બસ  સેવા વધારવા પર ફોકસ કરવામાં આવશે. આ માટે 18 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ સિવાય કોચ્ચિ, બેંગલુરુ, ચેન્નઈ, નાગપુર, નાસિકમાં મેટ્રો પ્રોજેટ્કને વધારવામાં આવશે. 
 

નાણામંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું હતું કે દેશમાં 7 ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે જેથી આ ક્ષેત્રમાં ભારત એક્સપોર્ટ કરનાર દેશ બને. આ પાર્ક ત્રણ વર્ષમાં તૈયાર કરવામાં આવશે. ડેવલપમેન્ટ ફાઈનેંશિયલ ઈંસ્ટીટ્યૂટ બનાવવાની ઘોષણા પણ કરવામાં આવી હતી. જેમાં ત્રણ વર્ષની અંદર 5 લાખ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ તૈયાર થશે. ટેક્સટાઈલની ભેટથી ગુજરાત અને મહારાષ્ટ્ર પછી સૌથી વધુ લાભ તમિલનાડુ જેવા રાજ્યોમાં થશે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application