BREAKING NEWS

જામનગર: સગીરા દુષ્કર્મ કેસમાં ધ્રોલના આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારાઇ

  • July 14, 2026 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: સગીરા દુષ્કર્મ કેસમાં ધ્રોલના આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારાઇ

ભોગ બનનારને ચાર લાખનું વળતર ચુકવવા સ્પે. કોર્ટનો આદેશ

જામનગરની સ્પેશીયલ પોકસો કોર્ટ દ્વારા વધુ એક આરોપીને ૨૦ વર્ષની સજા અને દંડ તથા ભોગ બનનારને વળતર પેટે રકમ ચુકવવા હુકમ કરવામાં આવ્યો છે.

આ કેસની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી ની સગીર વયની પુત્રી ભોગ બનનારને ઉંમર વર્ષ ૧૬ વર્ષ બે માસ વાળી સાથે આ કામના આરોપી બાબુ રાયમલભાઈ જખાનિયા ઉંમર વર્ષ ૨૧ રહેવાસી ધ્રોલ વાળાએ ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી તેમજ ફોનમાં વાતચીત કરી ભોગ બનનારને પ્રેમજાળમાં ફસાવી ભોગ બનનાર સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી ભોગ બનનારને ધ્રોલથી રાજકોટ અને ત્યાંથી સુરત મુકામે લઈ જાય ત્યાં રૂમ ભાડે રાખી ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધેલો હોય.

ત્યાર બાદ ભોગ બનનારા ના પિતાએ ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ તથા પોક્સો કલમ ૪ ૬ મુજબનો ગુનો નોંધાતા જે કે સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલતા જેમાં સરકાર તરફે નવ જેટલા સાક્ષીઓ તથા ૭૨ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરેલ તેમજ સરકારી વકીલની દલીલ માં આરોપી પરણિત હોવા છતાં ભોગ બનનારને પાંચ માસનો ગર્ભ રાખી દીધેલ હોય.
​​​​​​​
ડીએનએ રિપોર્ટમાં આરોપી બાયોલોજી પિતા તરીકે આવેલ હોય જે સરકારી વકીલની દલીલ ગ્રાહ્ય રાખી પોક્સો કોર્ટના જજ આર. પી. મોગેરા પોક્સો  કલમ ચાર મુજબ દસ વર્ષની સખત કેદની સજા તથા ૧૦,૦૦૦ દંડ અને પોક્સો કલમ છ મુજબ ૨૦ વર્ષની સખત કેદની સજા તથા ૫૦૦૦ દંડ અને  દંડ નભરે તો વધુ છ માસની સખત કેદની સજા તથા ભોગ બનનારને વળતર પેટે ૪ લાખ ચૂકવવા તેઓ હુકમ કરેલ છે આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતી વાદી રોકાયેલા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application