કોરોના મહામારીમાં જીમમાં જતી વખતે આ વાતનું રાખજો ખાસ ધ્યાન

  • August 01, 2020 12:38 PM 575 views

ભારતમાં અનલોક -3 માં સરકારે ૫ ઓગસ્ટથી જીમ ખોલવાની મંજુરી આપી છે. કોરોના મહામારીના કારણે જીમમાં જતી વખતે અનેક બાબતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. 

 

૧. બજારના માસ્કનો ઉપયોગ ન કરવો: વર્કઆઉટ કરતી વખતે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બજારના માસ્કનો ઉપયોગ ન કરવો. કારણ કે કસરત કરવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે માટે બજારના માસ્ક કરતા કાપડના માસ્કનો ઉપયોગ કરવો જોઈએ.

 

૨. હાથને કવર કરવા: ઘણા લોકો જીમમાં પડેલા મશીનો ઉપયોગ કરતા હોય છે. તેથી તમારા હાથમાં ગ્લોવ્ઝ પહેરવાનો પ્રયત્ન કરો કે જેથી જો મશીન પર કોઈ સૂક્ષ્મજંતુ હોય, તો તેનથી બચી શકાય છે. 

 

૩. સામાજિક અંતર: જીમમાં કસરત સમયે સોસિયલ ડિસ્ટન્સજળવાઈ રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. 

 

૪. વસ્તુ શેયર ન કરવી: જીમમાં મોબાઈલ, બોટલ વગેરે જેવી વસ્તુ કોઇપણ સાથે શેયર ન કરવી.

 

૫. જીમ કોસ્ચ્યુમ સાફ રાખવો: જીમમાંથી આવીને કોરોનાનું જોખમ ઓછું કરવા માટે તમારા પોશાકો ધોવા જોઈએ. ઉપરાંત આવીને નહાવું જોઈએ.

 

૬. યોગ્ય સમય: જીમ જવા માટે એવા સમયની પસંદગી કરવી જે સમયે લોકો ઓછા આવતા હોય.    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application