અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના ઉદ્ઘાટન અને અભિષેક કાર્યક્રમ માટે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. અયોધ્યા ખાતે તૈયારીઓ પણ અંતિમ તબક્કામાં છે. આવનારા રામભક્તોને કોઇ પણ પ્રકારની અવગડ ન પડે અને સરળતાપૂર્વક રામલલાના દર્શન કરી શકે તે માટે ખાસ બેઠકો અને સમગ્રપણે આયોજન થઇ રહ્યું છે. ત્યારે પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ અંતર્ગત ખાસ લાડુ બનાવવાનું શરૂ થઈ ગયું છે. જીહા, ઉત્તરપ્રદેશ અને ગુજરાતના શ્રમિકો દેશી ઘીમાંથી બનેલા ખાસ લાડુ તૈયાર કરી રહ્યા છે.
એક અહેવાલ મુજબ આ પ્રસાદ દેવરાહ બાબા દ્વારા 22 જાન્યુઆરીએ આવનારા રામ ભક્તોને વહેંચવામાં આવશે. આથી, લાડુનો પ્રસાદ તૈયાર કરી પેક કરવામાં આવી રહ્યો છે. આ અંગે જાણવા મળ્યું છે કે, શુદ્ધ દેશી ઘીમાંથી લાડુ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં પાણીના એક ટીપાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી. આથી, લાડુનો આ પ્રસાદ છ મહિના સુધી બગડે નહીં. ભક્તો માટે ખાસ લાડુ પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સૌથી પહેલા તૈયાર થયેલા લાડુ ભગવાન રામલલાને ચાંદીના થાળમાં અર્પણ કરવામાં આવશે. આ પ્રસાદ અહીં આવનારા વીઆઈપી અને રામભક્તોને પણ આપવામાં આવશે. મહત્વનું છે કે અહીં આવનારા વીઆઇપીઓને પ્રસાદ આપવામાં આવશે તેમાં એક બોક્સમાં કુલ 11 લાડુ હશે. આ ઉપરાંત રામ ભક્તોમાં પણ લાડુ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. રામ ભક્તોને પ્રસાદરૂપે આપવામાં આવતા લાડુના ડબ્બામાં 5 લાડુ હશે. આપને જણાવી દઇએ કે દેવરાહ બાબાની પ્રેરણાથી 1 હજાર 111 મણ લાડુ ચઢાવવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે ભૂમિપૂજન દરમિયાન પણ દેવરાહ બાબા દ્વારા હજારો ક્વિન્ટલ લાડુ ટ્રસ્ટને આપવામાં આવ્યા હતા. કુલ 40 કારીગરો 44 ક્વિન્ટલ લાડુ તૈયાર કરવા માટે રોકાયેલા છે. આ લાડુની ખાસ વાત એ છે કે, તેમાં એક ટીપું પણ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. દેવરાહ બાબા એવા સંત હતા જેમણે રામ મંદિરના નિર્માણની ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો ત્યાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવશે. હવે દેવરાહ બાબાની આ ભવિષ્યવાણી સાચી ઠરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech