કેરળના દ્રારે નૈઋત્યના ચોમાસાના ટકોરા

  • May 28, 2021 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આંદામાનમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી: કેરળમાં તારીખ ૩૧ આસપાસ અને ગુજરાતમાં તારીખ ૧૮ થી ૨૦ જૂન વચ્ચે ચોમાસુ જમાવટ કરશે

 


ગરમી અને બફારાથી ત્રસ્ત બનેલા લોકો જેની કાગડોળે રાહ જોઇ રહ્યા છે તે નૈઋત્યનું ચોમાસુ ગણતરીના દિવસોમાં જ કેરળમાં બેસી જાય અને ત્યારબાદ ક્રમશ: સમગ્ર દેશમાં છવાઈ જાય તેવા સમાચાર હવામાન ખાતા તરફથી આપવામાં આવી રહ્યા છે હવામાન ખાતાના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ આગામી તારીખ ૩૧મી આસપાસ કેરળના સાઉથવેસ્ટ મોન્સુન બેસી જશે અને ગુજરાતમાં તારીખ ૧૮ થી ૨૦ જૂન આસપાસ ચોમાસાનું આગમન થશે.

 


સામાન્ય રીતે ચોમાસાની સિઝનનો પ્રારભં કેરળમાં જૂન માસના પ્રથમ સાહથી શ થતો હોય છે પરંતુ આ વખતે ચોમાસુ ૨૦૧૭ અને ૨૦૧૮ ની માફક થોડું વહેલું છે અને ગયા વર્ષની સરખામણીએ પાંચ દિવસ વહેલું બેસી જાય તેમ જણાઈ રહ્યું છે. ૨૦૧૬ અને ૨૦૧૯ માં તારીખ ૮ જૂને ચોમાસાનો વિધિવત પ્રારભં થયો હતો યારે ૨૦૧૭માં ૩૦ મે અને ૨૦૧૮માં ૨૯ મે ના કેરળમાં ચોમાસું બેસી ગયું હતું.

 


હવામાન ખાતાના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સાઉથવેસ્ટ અને ઈસ્ટ સેન્ટ્રલ દિશામાં ચોમાસુ પહોંચી ગયું છે અને આંદામાનમાં આગામી ત્રણ દિવસ માટે મારે મેઘગર્જના વીજળીના ચમકારા સાથે જોરદાર વરસાદ પડશે તેવી ચેતવણી આપવામાં આવી છે આ ત્રણ દિવસ દરમિયાન પવનની ગતિ પણ સરેરાશ ૩૦થી ૪૦ કિલોમીટર જેટલી રહેશે. અંદામાન–નિકોબાર આસપાસના  દરિયામાં માછીમારી માટે ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. નૈઋત્યના ચોમાસાએ તેની નોર્ધન લિમિટ ક્રોસ કરી દીધી છે અને તારીખ ૩૧ મે આસપાસ કેરળમાં ચોમાસુ વિધિવત રીતે બેસી જાય તે માટેના તમામ સંજોગો સાનુકૂળ છે.

 


હવામાન શાક્રીઓના જણાવ્યા મુજબ લા–નીના એડવાઈઝરની અસર હવે પૂરી થવામાં છે ઉપરાઉપરી બે વાવાઝોડાના કારણે મોન્સૂન સિસ્ટમ વધુ મજબૂત થઈ છે નજીકના ભવિષ્યમાં બંગાળની ખાડીમાં કે અરબી સમુદ્રમાં લો પ્રેશરની કે વાવાઝોડાની સંભાવના ન હોવાના કારણે મોન્સૂન સિસ્ટમ વધુ મજબૂત બની છે અને નૈઋત્યનું ચોમાસુ સત્તાવાર રીતે શ થવાનું કાઉન્ટ–ડાઉન શ થઈ ગયું છે. આગામી ૨૪ કલાક દરમિયાન આંદામાન ઉપરાંત કેરળના અનેક વિસ્તારોમાં પણ વરસાદ શ થઈ જશે અને ધીમે ધીમે તેની તીવ્રતામાં વધારો થતો જશે.

 

રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ફરી તાપમાન ૪૦ ડિગ્રીને પાર
સમગ્ર રાયમાં સૌથી ઐંચું તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગરમાં નોંધાયું છે સુરેન્દ્રનગરમાં ૪૧ અને રાજકોટમાં ૪૦.૭ ડિગ્રી મહત્તમ તાપમાન રહેવા પામ્યું છે. ગરમીની સાથોસાથ ભેજ પણ વધી રહ્યો છે રાજકોટમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા રહેવા પામ્યું હતું અને તેના કારણે સવારથી જ લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. પવનની ગતિ સરેરાશ ૧૬ કિલોમીટર રહેવા પામી છે સવારે પવનના કારણે થોડી રાહત રહે છે પરંતુ સૂર્યનારાયણના દર્શન થતાની સાથે ગરમી અને બફારાનું જોર વધી જાય છે અને આખો દિવસ તે સહન કરવું પડે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS