55 રનમાં સમેટાયું દક્ષિણ આફ્રિકા, સિરાજે 15 રનમાં લીધી 6 વિકેટ

  • January 03, 2024 05:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ કેપટાઉનના ન્યુલેન્ડ્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો જે ખોટો સાબિત થયો. દક્ષિણ આફ્રિકાની આખી ટીમ પ્રથમ દાવમાં માત્ર 55 રન સુધી જ સિમિત રહી હતી. આફ્રિકાના બેટ્સમેનો એક પણ સેશન ટકી શક્યા ન હતા. ભારત તરફથી સિરાજે 6 વિકેટ ઝડપી હતી. બુમરાહ અને મુકેશ કુમારને 2-2 વિકેટ મળી હતી. લંચ સેશન બાદ ભારતીય ઓપનર ઇનિંગ્સની શરૂઆત કરશે.


ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલા એડન માર્કરામને મોહમ્મદ સિરાજે 5 રનના સ્કોર પર પહેલો ઝટકો આપ્યો હતો. તેણે એડન માર્કરામને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. આ પછી સિરાજે 8 રનના સ્કોર પર બીજી વિકેટ લીધી. તેણે કેપ્ટન ડીન એલ્ગરને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ પછી દક્ષિણ આફ્રિકાનો કોઈ બેટ્સમેન ભારતીય બોલરો સામે ટકી શક્યો નહોતો. દક્ષિણ આફ્રિકા માટે વિકેટકીપર કાયલ વર્ને સૌથી વધુ 15 રન અને ડેવિડ બેડિંગહામે 12 રન બનાવ્યા હતા.


ડીન એલ્ગર (કેપ્ટન), એઇડન માર્કરામ, ટોની ડી જોર્જી, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ બેડિંગહામ, કાયલ વેરે (વિકેટકીપર), માર્કો જેન્સન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, નાન્દ્રે બર્જર, લુંગી એનગીડી.


રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, પ્રસીદ કૃષ્ણ, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ અને મુકેશ કુમાર.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application