મેં ખૂબ નજીકની વ્યક્તિને ગુમાવી  છે : સૌરવ ગાંગુલી

  • March 21, 2020 04:19 PM 419 views


એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ અપાવનારા પ્રદિપ કુમાર બેનર્જીનું નિધન થયું છે. તેઓ રમતજગતમાં પીકે બેનર્જી તરીકે પ્રખ્યાત હતા અને બીસીસીઆઈના ચેરમેન સૌરવ ગાંગુલીના ખાસ મિત્ર હતા. તેમના નિધન પર સૌરવ ગાંગુલીએ દુખ વ્યક્ત કરી એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. સૌરવ ગાંગુલીએ લખ્યું હતું કે, તેની કારર્કિદીમાં પીકેનો મહત્વનો ફાળો હતો અને તેમના નિધનથી તેમણે ખૂબ નજીકની વ્યક્તિને ગુમાવ્યાની લાગણી થઈ છે.