સોનુ સૂદ અને ફરાહ ખાન ફરી જોવા મળશે સાથે અહીંયા...

  • July 24, 2021 08:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ અભિનેતા સોનુ સૂદના ચાહકો માટે એક સારા સમાચાર છે. બોલીવૂડ ડિરેક્ટર અને કોરિયોગ્રાફર ફરાહ ખાને પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ ખબર આપી છે. ફરાહ ખાનની પોસ્ટ મુજબ સોનુ સૂદ ફરી એક વાર તેની સાથે કામ કરવા જઈ રહ્યો છે. પહેલા તે બંનેએ ફિલ્મ 'હેપ્પી ન્યૂ યર' માં સાથે કામ કર્યું હતું.

 

 

ફરાહ ખાને સોનુ સૂદ સાથે ફોટો શેર કર્યો છે -

 

 

 

ફરાહ ખાને સોનૂ સાથે એક તસવીર શેર કરી છે, જેમાં બંને ટ્રેક્ટર પર બેઠેલા જોવા મળે છે. આ ફોટોને શેર કરતાં ફરાહે કેપ્શનમાં લખ્યું કે, " આ બધી બાબતો પંજાબી ભાષા.. ચંદીગઢ.. ટ્રેક્ટર અને સોનુ સૂદ.. તમારા મિત્ર સાથે શૂટિંગ કરવું હંમેશા ખૂબ જ મજેદાર હોય છે. "

 

 


સોનુ સૂદના જન્મદિવસ પર સોંગ રિલીઝ થઈ શકે છે -

 

 

ફરાહની આ પોસ્ટથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આ બંને એક મ્યુઝિક વીડિયો પર કામ કરી રહ્યા છે, જેનું શૂટિંગ પંજાબના ચંદીગઢમાં થઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર; આ ગીત સોનુ સૂદના જન્મદિવસ પર એટલે કે 30 જુલાઇના રોજ રીલિઝ થશે. તે જ સમયે, આ ગીત અંગે એક મુલાકાતમાં સોનુએ કહ્યું કે, " મારા અન્ય ગીતોથી કે ફિલ્મોમાં અભિનય કરવાથી આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે અલગ છે. ફરાહ સાથે કામ કરવું હંમેશાં ઉત્તમ રહ્યું છે. "

 

 

અલ્તાફ રાજાના ગીત ' તુમ તો ઠેહરે પરદેસી' ની રીમેક છે -

 

 


ફિલ્મફેરના એક અહેવાલ મુજબ, આ ગીત અલ્તાફ રાજાના લોકપ્રિય ટ્રેક ' તુમ તો ઠેહરે પરદેસી' ની રીમેક છે, જેને ટોની કક્કર અને અલ્તાફ રાજા ફરીથી બનાવશે. ગીતના વીડિયોમાં સોનુ સૂદ ખેડૂત તરીકે દેખાઈ રહ્યો છે, પરંતુ પાછળથી તે પોલીસમાં ફેરવાય જાય છે. આ ગીતમાં એક મનોહર લવ સ્ટોરી પણ જોવા મળશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS