અહેમદ પટેલ કેમ કહેવાતા કોંગ્રેસના ચાણક્ય? તેમની મરજી વગર કોંગ્રેસમાં પત્તુ પણ નહોતુ હલતુ
અહેમદ પટેલ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા. તેમણે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે પણ અનેક વર્ષો સુધી કામ કર્યું હતું. તેમની રાજકીય કારકિર્દીનો માર્ગ ઈન્દિરા ગાંધીથી થઈને રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધીના સમયકાળ સુધી રહી. આ સમયગાળામાં અનેકવાર ઘણા ઉતાર ચડાવ પણ આવ્યા. જોકે અનેક પડકારો અને કોંગ્રેસના કપરાકાળમાં પણ અહેમદ પટેલે ગાંધી પરિવારનો ક્યારેય સાથ નથી છોડ્યો.
ગુજરાતના કદાવર નેતા અહેમદ પટેલનું કોરોના વાયરસના કારણે નિધન થયું હતું. અહેમદ પટેલ ભારતની રાજ્યસભાના વરિષ્ઠ ગૃહના સભ્ય અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા. તેઓ 2001 થી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા. વર્ષ 2004 અને 2009માં યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓમાં પાર્ટીના પ્રદર્શન માટે પણ તેમને મોટાભાગે શ્રેય તેમને આપવામાં આવ્યો હતો.
71 વર્ષીય અહેમદ પટેલ ત્રણ વખત લોકસભાના સભ્ય અને પાંચ વખત રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. ઓગસ્ટ 2018 માં તેઓ કોંગ્રેસ પાર્ટીના કોષાધ્યાક્ષ તરીકે નિયુક્ત થયા હતા. અહેમદ પટેલ 1977 માં 26 વર્ષની વયે ભરૂચથી લોકસભાની ચૂંટણી જીત્યા બાદ પ્રથમ વખત સંસદ પહોંચ્યા. હંમેશા પડદા પાછળ રાજકારણ કરનારા અહેમદ પટેલની ગણતરી કોંગ્રેસ પરિવારના વિશ્વાસપાત્ર નેતાઓમાં થાય છે. તેઓ 1993 થી રાજ્યસભાના સાંસદ હતા.પટેલને ગાંધી પરિવારની સાથે-સાથે તેઓ કોંગ્રેસના સંકટ મોચક નેતા માનવામાં આવતા હતા. રાજકીય ગલિયારાઓમાં એવી પણ ચચર્િ છે કે, અહેમદ પટેલને કારણે જ સોનિયા ગાંધી પોતાને ભારતીય રાજકારણમાં સ્થાપિત કરી શક્યા છે. સોનિયાના વડાપ્રધાન પતિ રાજીવ ગાંધીની હત્યા બાદ નરસિંહરાવ જેવા નેતાઓ સાથે બગડતા સંબંધો હોવા છતાં પણ તેઓ આટલી મોટી પાર્ટીનું સંચાલન કરી શકે તેવા સક્ષમ રહ્યા હતા. સોનિયાની આ યાત્રા પાછળ અહેમદ પટેલનો મોટો હાથ રહ્યો છે.અહેમદ પટેલે રાજકીય સફરની શરૂઆત પાલિકાની ચૂંટણીથી કરી હતી, ત્યારબાદ તેઓ પંચાયતના અધ્યક્ષ પણ બન્યા હતા. બાદમાં તેમણે કોંગ્રેસ પાર્ટીમાં પ્રવેશ કર્યો અને ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા હતા. ઇન્દિરા ગાંધીની કટોકટી પછી 1977 માં સામાન્ય ચૂંટણીઓ યોજવામાં આવી હતી, જેમાં ઈન્દિરા ગાંધીની હાર થઈ હતી. અહેમદ પટેલ આ ચૂંટણી જીત્યા અને પ્રથમ વખત લોકસભામાં આવ્યા. તેઓ ત્રણ વખત લોકસભાના સાંસદ (1977, 1980,1984) અને પાંચ વખત રાજ્યસભાના સાંસદ (1993,1999, 2005, 2011, 2017) રહ્યા છે.કોંગ્રેસ નેતા અહેમદ પટેલના નિધન અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો. રાહુલ ગાંધીએ જણાવ્યુ હતુ કે, તેઓ કોંગ્રેસના આધારસ્તંભ હતા. કોંગ્રેસના સૌથી મુશ્કેલ સમયમાં તેઓ હમેશા સાથે રહ્યા.. તેમના પરિવાર પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરૂ છુ.
કોંગ્રેસ સંગઠન જ નહી પરંતુ પ્રાંતથી લઈને કેન્દ્રમાં બનનારી સરકારમાં કોંગ્રેસના નેતાઓનું ભાવિ પણ અહેમદ પટેલ નક્કી કરતા હતા. યુપીએ સરકારની પાર્ટી બેઠકોમાં, જ્યારે પણ સોનિયા કહેતા કે તેઓ વિચારીને નિર્ણય કરશે અને ત્યાર બાદ નક્કી કરીને કહેશે ત્યારે એવું જ માનવામાં આવતું હતું કે, તેઓ અહેમદ પટેલની સલાહ લીધા પછી નિર્ણય લેશે.2004 થી 2014 સુધી યુપીએ 1 અને 2 ના ઘણા નિર્ણયો પણ પટેલની સંમતિ બાદ લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, કોંગ્રેસની કમાન્ડ ગાંધી પરિવારના હાથમાં હોવા છતાં, અહેમદ પટેલ વિના પાર્ટીમાં પત્તું પણ હલતુ નહોતુ. એટલે કે પાર્ટીનું રિમોર્ટ તેમની પાસે રહેતું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 9978984740
View News On Applicationભાવુક થયું ભારત :આ રસી બધા કોરોના વોરીયર્સ માટે કૃતજ્ઞ રાષ્ટ્રની આદરાંજલિ :પીએમ મોદી
January 16, 2021 11:33 AMસૌથી સારા અને સૌથી ખરાબ મુખ્યમંત્રી કોણ છે? જાણો શું છે જનતાનો મત
January 16, 2021 11:32 AMવડાપ્રધાન મોદી કાલે 8 ટ્રેનોને દેખાડશે લીલી ઝંડી: બધી ટ્રેન સીધી પહોંચશે સ્ટેચ્યુ ઓફ યુનિટી
January 16, 2021 11:29 AMમાર્ચ સુધીમાં 75 ટકા મેલ એક્સપ્રેસ ટ્રેન દોડશે
January 16, 2021 11:20 AMલોકોની નારાજગી બાદ વોટ્સએપે રોક્યો પ્રાઇવસી અપડેટનો પ્લાન
January 16, 2021 11:18 AMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech