વડાપ્રધાનની દિવા કરવાની અપીલ પર આ કારણે ભડકી સોનમ

  • April 07, 2020 09:43 AM 295 views

 


કોરોના વાયરસનો કહેર દેશમાં વધતો જ જઈ રહ્યો છે. દરરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે. આ એક મુશ્કેલ લડાઈ છે જેમાં દેશ એક થઈને જ જીતી શકશે. વડાપ્રધાન મોદીએ તમામ દેશવાસીઓને અપીલ કરી હતી કે ઘરની તમામ લાઈટ બધં કરીને પોતાના ઘરમાં દિવો, મીણબત્તી અથવા ફોનની લેશ જગાવે જેનાથી વાયરસ વિરુદ્ધની લડાઈમાં આપણી એકતા દેખાય. મોદીની આ અપીલને લોકોએ વધાવી લીધી હતી. તમામે પોતાના ઘરમાં દીવા કર્યા હતા પરંતુ અનેક જગ્યાએ દીવાની સાથે ફટાકડા પણ ફટયા હતા.

 

સોનમ કપૂરે ફટાકડા ફોડનારા લોકો ઉપર ગુસ્સો વ્યકત કરતું ટવીટ કયુ હતું. તેણે લખ્યું કે અનેક લોકોએ ફટાકડા ફોડયા હતા જેથી હું જાણકારી આપવા માગીશ કે તમારી આ હરકતથી કુતરાઓ ડરી રહ્યા છે. શું લોકોને એમ લાગે છે કે આ દિવાળી છે ? અત્યારે લોકો મોતને ભેટી રહ્યા છે ત્યારે આ રીતે ફટાકડા ફોડીને ઉજવણી ન કરવી જોઈએ. સોનમના આ ટવીટ પર તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કોઈ તેનું સમર્થન કરી રહ્યું છે તો અમુક લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

 

થોડા દિવસ પહેલાં સોનમ કપૂરને એક યુઝર્સે કોમેન્ટ કરી કે સોનમ હંમેશા સરકાર અને તેની નીતિઓની ટીકા કરવામાં સૌથી આગળ હોય છે. હવે યારે દેશને તેની જરૂર છે ત્યારે દેશ બચાવવો નથી તેને, સોનમ માત્ર પાખંડી જ છે. આ સાથે જ અન્ય એક યુઝર્સે દાનને લઈને પણ સોનમને સવાલ કર્યેા હતો. સોનમે એ શખ્સને જવાબ આપતાં લખ્યું કે ન હું અને ન મારો પરિવાર, દાન આપવાને લઈને કોઈ જાતનો પ્રચાર નથી કરતા યાં સુધી એ સંસ્થા અમને આવું કરવા માટે ન કહે. સોનમનો આ જવાબ સાંભળીને યુઝર્સની બોલતી બધં થઈ ગઈ હતી.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application