મોરબીના નિવૃત્ત એસઆરપી મેનના પુત્રનો રાજકોટની હોટલમાં આપઘાત

  • August 10, 2021 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘરેથી બાઈક લઈને નીકળી ગયો રાજકોટ આવી હોટલમાં ફાંસો ખાધો
પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરતો હતો, પારિવારિક ઝઘડો કે અન્ય કાંઈ? પોલીસે હાથ ધરી તપાસ

 


રાજકોટ બસ સ્ટેશન પાછળના ભાગે ભૂતખાના ચોકમાં આવેલી હોટલ આર.આર.માં રૂમ નં.૨૦૭માં ઉતરેલા મોરબીના નિવૃત એસઆરપી મેનના પુત્ર હર્ષદ મુળજીભાઈ ચૌહાણ ઉ.વ.૨૫એ હોટલના રૂમમાં જ ફાંસો ખાઈ આપઘત કરી લીધાનો બનાવ ભકિતનગર પોલીસ મથકે નોંધાયો છે. પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરતા મક્કમ મનોબળવાળા યુવકના આપઘાત પાછળ રહસ્ય શું? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

 


તપાસનીસ એએસઆઈ એન.જી.ભદ્રેચાના જણાવ્યા મુજબ હર્ષદ બે ભાઈ, બે બહેનમાં નાનો અપરિણીત હતો. પિતા એસઆરપીમાંથી નિવૃત થઈ હાલ બેન્કમાં ગનમેન તરીકે ફરજ બજાવે છે. હર્ષદ ગઈકાલે બપોરે બારેક વાગ્યે બાઈક લઈને મોરબીથી ઘરેથી નીકળી ગયો હતો. તેના ભાઈ અને પરિવારજનો ફોન કરતા હતા છતાં રિસીવ કરતો ન હતો. રાજકોટ આવી બે વાગ્યે આર.આર.હોટલે પહોંચ્યો હતો અને ત્યાં પોતાના ગોંડલના રહેણાંકના આઈડી આધારે રૂમ મેળવ્યો હતો.

 


ફોન રિસીવ કરતો ન હોવાથી પરિવારજનો ચિંતિત બન્યા હતા રાજકોટ રહેતા બનેવીને હર્ષદના ભાઈ દિલીપે જાણ કરી હતી. તેઓ સૌ હર્ષદની શોધખોળ કરતા હતા. એ દરમિયાન હર્ષદનું બાઈક હોટલ નજીકથી મળ્યું હતું હોટલમાં જઈ તપાસ કરતા હર્ષદ ગોંડલનું આઈડી રજૂ કરી રૂમ રાખ્યો હતો પરંતુ નામ આધારે જઈ રૂમ પર જતાં દરવાજો અંદરથી બધં હતો ખખડાવવા છતાં ન ખુલતા હોટલના કર્મચારીએ બહારના ભાગે અન્ય રૂમની દીવાલે દીવાલ કિનારે જઈ જોતા હર્ષદ અંદર પંખા સાથે દોરી બાંધેલી હાલતમાં લટકતો હતો.

 


પોલીસને જાણ કરાઈ હતી દરવાજો તોડી અંદર જતા હર્ષદનો નિષ્પ્રાણ દેહ લટકતો હતો. પરિવારજનોએ પોલીસને પ્રાથમિક આપેલી માહિતી મુજબ હર્ષદ પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરતો હતો એ માટે થોડો વખત ગાંધીનગર પણ ગયો હતો. રાજકોટ પણ આવતો હતો. હર્ષદના માતાનું અવસાન થયા બાદ તેમજ એક વખત હર્ષદ પોલીસની પરિક્ષામાં નાપાસ થયા બાદ ગુમસુમ રહેતો હતો. કદાચિત એ કારણે પણ પગલું ભરી લીધું હોઈ શકે.

 


બીજી તરફ હર્ષદને પરિવારમાં ઝઘડો થયાની પોલીસને માહિતી મળી છે હર્ષદ ઘરેથી નીકળી ગયા બાદ કોઈના ફોન રિસીવ કરતો ન હતો જેથી પરિવારના કંકાસમાં પગલું ભરી લીધું છે કે કેમ? તે મુદે પણ તપાસ કરાઈ રહી છે.

 


હર્ષદ આપઘાત કરવાના દ્રઢ નિય સાથે જ આવ્યો હોય એ રીતે સાથે જ નવી દોરી લઈ આવ્યો હતો અને દોરી બાંધીને જીવ ટૂંકાવી નાખ્યો હતો. પોલીસે આપઘાતમાં સત્ય કારણ જાણવા તપાસ આદરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS