સોમનાથ મંદિરને લોકડાઉનમાં પણ ૧૯ લાખ જેવી આવક

  • May 22, 2020 02:08 PM 404 views

ભારતના બાર જયોતિર્લિગ પ્રથમ વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર તા.૧૯ માર્ચથી કોરોના મહમારી સંકટ લોકડાઉનને કારણે દર્શનાર્થી માટે દર્શન પ્રવેશ બંધી છે. આમ છતાં શ્રધ્ધાળુ ભાવિકો ઓનલાઈન દાન-પૂજા ઈ સંકલ્પથી સોમનાથ મંદિરને ૧૯ લાખ જેવી આવક ભાવિકોએ ઓનલાઈનથી સોમનાથ દાદાને ચરણે ધરી છે.
સામાન્ય રીતે મહિનાથી ૨॥ ત્રણ કરોડ આવક રહેતી હોય છે. ટ્રસ્ટે તા.૫ મેથી ઈ સંકલ્પ પૂજાવિધિ ઓનલાઈન ભકતો ભગવાન સાથે જોડાય તે માટે કરી છે.રૂપિયા ૯ લાખ ૮૧ હજાર પૂજાવિધિ પેટે અને રૂરપિયા ૯ લાખ ૫૧ હજોર દાન તરીકે મંદિર ટ્રસ્ટમાં જમા થયા હતા. અંદાજે ૧૬૦૦ જેટલા ભાવિકોએ ઈ સંક્લ્પ ઓનલાઈન પૂજા કરાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application