જેતપુરના ડેડરવાના ખેડૂતનો ઘઉંનો ઉભો પાક કોઇએ સળગાવી નાખ્યો

  • March 30, 2021 11:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર તાલુકાના ડેડરવા ગામે ખેડૂતો વાવેલ ઘઉંમાં કોઈ અજાણ્યા ઇસમે આગ લગાડતા પાંચ વિધાના ઘઉં સળગીને રાખ થઈ જતા ચોમાસા બાદ શીયાળું પાકને પણ નજર સામે નુકશાન થતાં ખેડૂતને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. 


જેતપુર તાલુકાના દેવકી ગાલોર ગામે ઘઉંમાં લાગેલ આગને ઠારવા જતાં એક વૃદ્ધ ખેડૂતનું આગની ઝપટે ચડી જતા મોત નીપજ્યાંની ઘટના બન્યા બાદ તાલુકાના ડેડરવા ગામે ઘઉંના ઉભા પાકમાં કોઈ અજાણ્યા શખ્સે આગ ચાંપી દેવાનો બનાવ બન્યો છે. જેમાં ખેડૂત મહેશભાઈ રૈયાણીના જણાવ્યા મુજબ બપોરે તેઓને ફોન આવેલ કે તેમના ઘઉંનો ઉભો પાક સળગી રહ્યો છે. જેથી તેઓ તરત જ પોતાના ખેતરે જઈને જોતાં ઘઉંનો પાક સળગી રહ્યો હતો.  


ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે પાકમાં નુકશાની ખાધા બાદ શિયાળું પાક સારો થવાની આશાએ કરજો કરી ભાગ્યુ રાખી ઘઉંનું વાવેતર કરેલ અને તે પાક નજર સામે બળતો જોઈ મહેશભાઈએ તરત જ કુવાનું મશીન ચાલુ કરી આગ પર પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લઈ લીધી હતી. પરંતુ ત્યાં સુધીમાં પાંચ વિધાના ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા. કોઈ નરાધામે ઘઉંના ઉભા પાકમાં આગ લગાડી દેતા મહેશભાઈએ તાલુકા પોલીસને જાણ કરી હતી. પરંતુ પોલીસ કોઈ તપાસ કે લખાણ કર્યા વગર ખેતરે આવીને સળગેલ પાક જોઈને અમો અમારી રીતે તપાસ કરશું તેમ કહીને ચાલ્યાં ગયાં હતાં. ખેડૂત મહેશભાઈએ કરજો કરીને વાવેતર કરેલ ઘઉંના ઉભા પાકને કોઈ નરાધામે આગને હવાલે કરી દીધાં તેની પોલીસ યોગ્ય તપાસ કરી સરકાર આ બાબતે વળતર આપે તેવી તેઓએ માંગ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS