BREAKING NEWS

બિલાસપુર ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ

  • May 18, 2026 09:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિલાસપુર ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ડિવિઝનમાં ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ કાર્યરત કરવા માટે ચાલી રહેલી નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (Sr. DCM) સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, રદ કરવામાં આવેલી ટ્રેનોની વિગત નીચે મુજબ છે:

 રદ કરાયેલી ટ્રેનો:

 1. 10.06.2026 અને 11.06.2026 ના રોજ પોરબંદરથી ઊપડનારી ટ્રેન સંખ્યા 12905 પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ રદ રહેશે.

 2. 12.06.2026 અને 13.06.2026 ના રોજ શાલીમારથી ઊપડનારી ટ્રેન સંખ્યા 12906 શાલીમાર-પોરબંદર એક્સપ્રેસ રદ રહેશે.

 3. 14.06.2026 ના રોજ ઓખાથી ઊપડનારી ટ્રેન સંખ્યા 22905 ઓખા-શાલીમાર એક્સપ્રેસ રદ રહેશે.

 4. 16.06.2026 ના રોજ શાલીમારથી ઊપડનારી ટ્રેન સંખ્યા 22906 શાલીમાર-ઓખા એક્સપ્રેસ રદ રહેશે.

 5. 14.06.2026 ના રોજ સંતરાગાછીથી ઊપડનારી ટ્રેન સંખ્યા 12950 સંતરાગાછી-પોરબંદર એક્સપ્રેસ રદ રહેશે.

 6. 12.06.2026 ના રોજ પોરબંદરથી ઊપડનારી ટ્રેન સંખ્યા 12949 પોરબંદર-સંતરાગાછી એક્સપ્રેસ રદ રહેશે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application