જીવન જરૂરી ચીજ વસ્તુઓ સરળતાથી મળે તે માટે કેટલાકને લોકડાઉનમા મુકિત

  • March 26, 2020 11:47 AM 221 views


સસ્તા અનાજના વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો, મજૂરોને મુકિત આપતુ સરકારનું જાહેરનામું: સરહદી જિલ્લામાં ખાસ વ્યવસ્થા માટે આરટીઓ–પોલીસને સુચના

કોરોનાના કારણે જાહેર કરાયેલા ૨૧ દિવસના લોકડાઉન દરમ્યાન લોકોને જીવન જરી અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો સતત મળી રહે અને સંગ્રહખોરી કે કાળા બજાર જેવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે રાય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સચિવ મોહમ્મદ શાહીદે લોકડાઉનની વર્તમાન પરિસ્થિતિમાં જાહેર વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલા અને આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન તથા વિતરણની કામગીરી સાથે જોડાયેલા લોકોને લોકડાઉનમાં મુકિત આપવાની જાહેરાત કરી છે.


અન્ન અને નાગરિક પુરવઠા નિગમના સચિવ મોહમ્મદ શાહિદના પરિપત્ર માં જણાવ્યા મુજબ અનાજ, કઠોળ, કરિયાણાની ચીજ–વસ્તુઓ, ડુંગળી, બટેટા, ટામેટા, શાકભાજી, દૂધ,ગેસ, કેરોસીન, ડીઝલ જેવી ચીજવસ્તુઓનું પરિવહન કરનાર અને વિતરણની કામગીરી સાથે જોડાયેલા વ્યકિતઓને લોકડાઉનના આદેશમાંથી મુકિત આપવામાં આવી છે. સાથોસાથ આવી ચીજવસ્તુઓ જે ગોડાઉનમાં કે કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવાની થતી હોય તેના સંચાલકો, મજૂરો અને સ્ટાફને પણ મુકિત આપવામાં આવી છે.


પરિપત્રમાં જણાવ્યા મુજબ જાહેર વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલા એકમોના સ્ટાફ, મજૂરો, ટ્રાન્સપોર્ટરો, ડ્રાઇવરો, ડોર સ્ટેપ ડિલિવરીના કોન્ટ્રાકટરો, સિવિલ સપ્લાયના ટ્રાન્સપોર્ટરો વગેરેને લોકડાઉનના સમયગાળામાં મુકિત આપવામાં આવી છે. આ ઉપરાંત કેરોસીન અને રાંધણ ગેસ સિલિન્ડરના પરિવહન સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટરો અને ડિલિવરી બોયને પણ મુકિત આપવામાં આવી છે.


આવશ્યક અને જરી ચીજવસ્તુઓનો પુરવઠો લોકોને સતત મળી રહેલ સાથોસાથ આવી ચીજ–વસ્તુઓનો સંગ્રહ ન થાય અને કાળાબજાર ન થાય તે માટે અધિકારીઓને ખાસ વોચ રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે. અને આ માટે આવા માલની વેચાણ કરતી દુકાનો સતત ખુલ્લી રહે તે જોવા માટે પણ આદેશ કરાયો છે.


સરહદી જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓની આંતરરાય પરિવહનની પરિસ્થિતિ જળવાઇ રહે અને તેમાં કોઇ પ્રકારનો વિક્ષેપ ન સર્જાય તે માટે આરટીઓ અને પોલીસ તંત્રને ખાસ પ્રકારની સુચના આપવામાં આવી છે. આંતર જિલ્લાની બોર્ડર પર આવેલી ચેકપોસ્ટ પર બબ્બે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

 

  • ફ્લોર મિલ માટે એફસીઆઇ પાસેથી ઘઉં–ચોખા ખરીદાશે

ઘઉં અને ચોખાના લોટનો જથ્થો બજારમાં આસાનીથી ઉપલબ્ધ રહે અને લોર મીલ તથા રાઇસ મીલને પૂરતો કાચો માલ મળી રહે તે માટે ગુજરાત સરકાર ફડ કોર્પેારેશન ઓફ ઈન્ડિયા પાસેથી ઘઉં અને ચોખાની મોટાપાયે ખરીદી કરશે . દાળ મિલોને ધમધમતી રાખવા માટે નાફેડ પાસેથી દાળની ખરીદી કરવામાં આવશે.