સોહાને કુનાલ ખેમુ સાથે રહેવામાં લાગે છે ડર, જાણો કારણ

  • February 23, 2020 01:41 PM 77 views

ફિલ્મ મલંગ હાલમાં જ બોકસ ઓફિસ ઉપર રિલિઝ થઈ હતી. આ ફિલ્મમાં સોહા અલી ખાનના પતિ કૃણાલ ખેમુએ વિલનની ભૂમિકા ભજવી છે. ફિલ્મ જોયા બાદ સોહા અલી ખાન કૃણાલ ખેમુ સાથે ઘરે જતી વખતે ડરી ગઈ હતી. ફિલ્મ મલંગમાં કૃણાલ ખેમુની ભૂમિકા ટીકાકારો અને દર્શકોને સમાન રીતે પસદં આવી હતી પરંતુ તેની પત્ની સોહા ફિલ્મ જોઈને ડરી ગઈ હતી.
કૃણાલે આ અંગે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે કેવી રીતે સોહા તેની ભૂમિકાથી ડરી ગઈ હતી અને કૃણાલને કહ્યું હતું કે મારે ઘરે જવું છે પરંતુ હું તમારી સાથે ઘેર જવામાં ડરી રહી છું. કૃણાલે કહ્યું કે દરેક અભિનેતાએ તેના કામની સમીક્ષા કરવાની જરૂર છે.

 

આ અંગે જણાવતાં કૃણાલે ઉમેયુ કે મેં કંઈક અલગ કરવાની કોશિશ કરી છે અને લોકો પાસે આ અંગે જણાવવા સારી વાતો કરી હતી. આ વસ્તુ તેમને જવાબદાર બનાવે છે. મલંગ ફિલ્મે બોકસ ઓફિસ ઉપર અત્યાર સુધીમાં ૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર, દિશા પટણી અને અનિલ કપૂરની મુખ્ય ભૂમિકા છે.

 

હાલમાં જ કૃણાલે એ વાતની પણ સ્પષ્ટ્રતા કરી હતી કે તે ટૂંક સમયમાં ગોલમાલ–૫ અને ગો ગોવા ગોનમાં પણ જોવા મળશે. કૃણાલ ખેમુએ સોહા અલી ખાન સાથે લ કર્યા છે. કપલને એક પુત્રી પણ છે.  હાલમાં જ સોહાએ કૃણાલ ખેમુએ લગ્નની વર્ષગાંઠ પર એક ભાવુક પોસ્ટ પણ લખી હતી. કૃણાલ ખેમુ અને સોહા અલી ખાનના પ્રેમલગ્ન હતા. સોહા ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાનની બહેન છે. બન્ને ભાઈમાં જોરદાર બોન્ડીંગ છે અને એકબીજાનો ખ્યાલ રાખે છે.