જીવનમાં ઘણી બધી વસ્તુઓ નસીબ દ્વારા જ મળે છે. આમાંનો એક છે સાચો પ્રેમ. તમે કોઈને ગમે તેટલો પ્રેમ કરો તો પણ બદલામાં એટલો જ પ્રેમ ન મળે તો તમારું દિલ તૂટી જાય. ઘણા લોકો પોતાના પ્રેમને ચકાસવા માટે અલગ-અલગ રીત અપનાવે છે. જો કે, આ સમયે છોકરીઓ જે પદ્ધતિ અપનાવી રહી છે તે એવી છે જે આપને પહેલા ક્યારેય જોઈ કે સાંભળી નથી.
તમારા જીવનસાથીના પ્રેમને ચકાસવા માટે, તમારે ન તો કોઈ એજન્ટ રાખવાની જરૂર છે અને ન તો અન્ય કોઈ પ્લાનિંગ-પ્લેટિંગમાં તમારું મન અને ધન વેડફવાનું છે. આ ટેસ્ટ એવી વસ્તુ સાથે કરવામાં આવે છે જે તમે રેસ્ટોરન્ટમાં ફ્રીમાં મેળવી શકો છો અને કદાચ તમારા ઘરે પણ એ હશે જ. આજકાલ ટિક ટોક પર આવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેમાં છોકરીઓ ટોમેટો કેચપ વડે પોતાના પ્રેમની કસોટી કરી રહી છે.
અહેવાલ મુજબ, આજકાલ છોકરીઓ તેમના પાર્ટનરની સામે ફ્લોર પર ટોમેટો કેચપ ઢોળે છે. આ પછી તે તેના પાર્ટનર અથવા બોયફ્રેન્ડને તેને સાફ કરવાનું કહે છે. આ તમને વાહિયાત લાગશે, પરંતુ સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં મહિલાઓ આવા લવ ટેસ્ટ લઈ રહી છે. ઘણી સ્ત્રીઓ તો તેમના પાર્ટનરને કેચઅપ સાફ કરતા જોઈને આનંદથી ઉછળી પડી હતી. રસપ્રદ વાત એ છે કે લોકો આ અંગે પોતાનો અભિપ્રાય પણ આપી રહ્યા છે.
તમે પણ વિચારતા હશો કે આમાં પ્રેમ કેવી રીતે પ્રગટ થાય છે? લોકો એવું માને છે કે ચેલેન્જના ભાગ રૂપે, જો મહિલાના પાર્ટનર અથવા બોયફ્રેન્ડ તેમની વિનંતી પર સફાઈ કરે તો તે ઠીક છે. જો તે આવું ન કરે, તો તેનો અર્થ એ છે કે તે તેની પાર્ટનરની કાળજી રાખતો નથી અને ઘરના સાદા કામ પણ કેવી રીતે કરવું તે જાણતો નથી. છોકરીઓ તેમના ટેસ્ટના પરિણામો પણ શેર કરી રહી છે, જેના પર લોકો ટિપ્પણી કરે છે કે તેઓએ તેમના પાર્ટનર સાથે રહેવું જોઈએ કે નહીં.
હકીકતમાં આ બધું જોઇને મોટાભાગના લોકો આવા ટેસ્ટની મજાક ઉડાવી રહ્યા છે. કેમ કે આ કોઈ પ્રેક્ટીકલ ટેસ્ટ જેવું છે જ નહિ, બસ સોશીયલ મિડીયા પરની ભેડ ચાલમાં જોડાવાની ઘેલછા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech