૧૦૦થી ૧૫૦ ચેનલો થઈ જશે બંધ... જાણો વિગતો

  • July 28, 2020 10:48 AM 741 views


ટ્રાઈના નવા દરપત્રક અંગે હાઈ કોર્ટમાં રાહત ન મળતા બ્રોડકાસ્ટરોમાં હતાશા

ટ્રાઇના નવા ટેરિફ આર્ડરને કારણે ટીવી બ્રોડકાસ્ટર્સમાં હલચલ મચી ગઈ છે. આ કંપનીઓ મુજબ, જો સુધારેલા દર, એનટીઓ ૨.૦ લાગુ કરવામાં આવે તો દેશમાં ૧૦૦થી ૧૫૦ ચેનલો બધં થઈ શકે છે. તે સંઘર્ષશીલ ચેનલ માટે મોટું સંકટ હશે, પરંતુ આગામી એક કે બે વર્ષમાં તે સંપૂર્ણપણે બધં થઈ જશે એવું માનવામાં આવે છે. એનટીઓ ૨.૦ ચેનલો માટે જોખમી બની રહ્યું છે. જો આ નવા આર્ડરનો અમલ કરવામાં આવે તો આગામી કેટલાંક વર્ષેામાં ૧૦૦થી ૧૫૦ ચેનલો બધં થઈ શકે છે.

 

નવા દર આર્ડરને આ વર્ષે ૧ જાન્યુઆરીએ મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તેમને દેશના ટોચના ટેલિવિઝન બ્રોડકાસ્ટર્સ, ભારતીય બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશન અને ફિલ્મ અને ટીવી નિર્માતા ગિલ્ડ આફ ઈન્ડિયા દ્રારા મુંબઈ હાઈ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જોકે કોર્ટે બ્રોડકાસ્ટર્સને કોઈ રાહત આપ્યા વિના ટ્રાઈનો નિર્ણય માન્ય રાખ્યો હતો. ૨૪ જુલાઈના રોજ ટ્રાઈએ બ્રોડકાસ્ટર્સને એનટીઓ ૨.૦ ની જોગવાઈ અનુસાર સંદર્ભ ઇન્ટરકનેકટ આફરને સંશોધિત કરવા અને તેમની વેબસાઇટ પર પ્રકાશિત કરવા જણાવ્યું હતું. દરમિયાન માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે ભારતના બ્રોડકાસ્ટર ફાઉન્ડેશનને ખાતરી આપી હતી કે એનટીઓ ૨.૦ હજી લાગુ કરવામાં આવશે નહીં. ચેનલના જૂથને આપવામાં આવતી રાહતો પણ ૩૩ ટકા સુધી મર્યાદિત છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application