તો....દેશમાં રોજ એક લાખ પોઝિટિવ આવશે

  • March 20, 2021 02:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બીજી લહેરની મધ્યમાં છીએ આપણે-રીસર્ચ ગ્રુપ્ના વડા: કેસ ઓછા આવ્યા એટલે લોકો બેદરકાર થવા લાગ્યા



દેશમાં કોરોનાની બીજી લહેર આવી ગઈ હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે અને કેસની સંખ્યમાં રોજેરોજ ઉછાળો આવી રહ્યો છે ત્યારે નિષ્ણાતોએ એવો મત વ્યકત કર્યો છે કે, અત્યારની સ્થિતિ જોતા આપણે કોરોનાની બીજી લહેરની વચ્ચે છીએ અને જો ખાસ પગલા નહીં ઉઠાવવામાં આવે તો આવતા છ-આઠ અઠવાડીયામાં રોજના એક લાખ કેસ આવી શકે છે.

 


નેશનલ કોવિડ-19 ટાસ્ક ફોર્સના ઓપરેશન રીસર્ચ ગ્રુપ્ના પ્રમુખ ડો. એન.કે.અરોડાએ એક ટીવી ચેનલને કહ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે અને જો ધ્યાન રાખવામાં નહીં આવે તો આ ઉછાળામાં પણ વધારો થશે.

 


દરમ્યાન નીતિ આયોગના સભ્ય ડો. વી.કે.પોલે કહ્યું છે કે, લોકો બેદરકાર રહેવા લાગ્યા છે. આપણે એ વાત સમજવાની જર છે કે, હજુ એક મોટો વર્ગ એવો છે કે, જેના ઉપર સંક્રમણનું જોખમ છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આ જોખમ વધારે છે. આ તબકકે આપણે આપણી સલામતીને નબળી પડવા દેવી જોઈએ નહીં. લોકોએ જાહેર સમારંભોથી પણ દુર રહેવું જોઈએ.

 


તેમણે એમ પણ કહ્યું કે, જયાં સૌથી વધુ પોઝીટીવ કેસ આવી રહ્યા છે ત્યાં આરટીપીસીઆર કેસ હજુ વધારવાની જરૂર છે. કેન્દ્ર સરકારે પણ કહ્યું છે કે, જયારે કેસ ઓછા આવતા હતા ત્યારે લોકોએ બેદરકારી રાખી છે અને લગ્ન સહિતના સમારંભમાં ભીડ એકઠી થઈ છે. આવા કારણોસર ત્યારે સંક્રમણ વધ્યું છે. એક નોડલ અધિકારીએ કહ્યું કે, 70 થી 80 ટકા મામલાઓમાં દર્દીઓના લક્ષણ જોવા મળ્યા નથી.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS