જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ૫૯૨૮ ટ્રસ્ટોની થઇ નોંધણી

  • February 07, 2023 05:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજના જમાનામાં સરકારી યોજનાનો લોકોને લાભ આપવા માટે કેટલાક લોકો દ્વારા ટ્રસ્ટ બનાવીને તેની નોંધણી કરવામાં આવે છે અને કેટલાક ટ્રસ્ટો દ્વારા કલમ ૮૦-જી હેઠળ પણ નોંધણી કરવામાં આવે છે. હવે તો ટ્રસ્ટનો નિયમ પણ કડક બની ગયો છે, દર વર્ષે રેગ્યુલર હિસાબ આપવા પડશે, એટલું જ નહીં રિર્ટન પણ રેગ્યુલર ભરવા પડશે નહીંતર નોંધણી પણ રદ થઇ તેવી સરકારે જાહેરાત કરી છે ત્યારે જામનગર જિલ્લાની વાત લઇએ તો આપણા જિલ્લામાં ૫૯૨૮ જેટલા ટ્રસ્ટ નોંધાયા છે અને છેલ્લા ૧૦ વર્ષમાં ૨૨૩૫ જેટલા ટ્રસ્ટની નોંધણી ટ્રસ્ટ નોંધણી કચેરીમાં થઇ છે. 


સામાજીક, ધાર્મિક, શૈક્ષણિક અને આરોગ્યલક્ષી કામો કરતી કેટલીક સંસ્થાઓ ટ્રસ્ટ બનાવીને સરકારી યોજનાનો લાભ લઇને લોકઉપયોગી કાર્યક્રમો કરતા હોય છે, હોદેદારના ફેરફાર થાય ત્યારે તેના રિપોર્ટ પણ ચેરીટી કમિશ્નર સમક્ષ જમા કરાવાના થતાં હોય છે, કેટલાક ટ્રસ્ટોને એટીજીનું દાન પણ મળે છે, જો ટ્રસ્ટી રાજીનામું આપે તો તેની જાણ પણ ચેરીટી કમિશ્નરને કરવી પડે છે. 


જામનગર જિલ્લામાં આરોગ્ય અને શિક્ષણલક્ષી ટ્રસ્ટોની સંખ્યા લગભગ ૩૩૦૯ આસપાસ થાય છે, ધાર્મિક તેમજ બંધારણવાળા છેલ્લા ૧૦ વર્ષમાં ૪૩૦ ટ્રસ્ટ નોંધાયા છે જેમાં ૧૪૯૮ ટ્રસ્ટ કામ કરી રહ્યા છે, મુસ્લિમ સમાજ, જમાત અને સમાજની જ્ઞાતિ દ્વારા ૧૦ વર્ષમાં ૫૫ ટ્રસ્ટ નોંધાયા હતાં અને હાલમાં લગભગ ૯૦ જેટલા ટ્રસ્ટો કામ કરે છે, પારસી સમુદાય દ્વારા એક પણ ટ્રસ્ટ નોંધાયું નથી. ખ્રિસ્તી સમુદાય દ્વારા માત્ર ૫ ટ્રસ્ટની નોંધણી થઇ છે, ઇ-શૈક્ષણિક અને આરોગ્ય હેતુવાળા ૧૦ વર્ષમાં ૬૭૯ ટ્રસ્ટ નોંધાયા છે, છેલ્લા ૧૦ વર્ષમાં જામનગર જિલ્લામાં સાર્વજનીક હેતુ, સરકારી યોજનાનો લાભ લેવા માટે લગભગ ૫૦૦ જેટલા ટ્રસ્ટ નોંધાયા હતાં અને હાલમાં ૯૩૦ ટ્રસ્ટો કામ કરી રહ્યા છે. 


છેલ્લા બે વર્ષમાં મનફાવે તે રીતે વહિવટ કરતા ટ્રસ્ટીઓ સામે પણ સરકારે લગામ મુકી છે, દર વર્ષના હિસાબો રેગ્યુલર આપવા તેમજ નિયમીત રીર્ટન ભરવા પણ આદેશ આપવામાં આવ્યા છે અને કેટલીક રકમ દર વર્ષે ટ્રસ્ટે સમાજ માટે વાપરવી જોઇએ તે વાપરતા ટ્રસ્ટો સામે પણ આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળે છે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application