ઘણા લોકોને ઊંઘ દરમિયાન નસકોરાં લેવાની આદત હોય છે. પરંતુ કેટલાક લોકો એટલા જોરથી નસકોરા લે છે કે તેનાથી બીજાની ઊંઘમાં ખલેલ પહોંચે છે. આવી સ્થિતિમાં, નસકોરા મારતા લોકો ઘણીવાર શરમ અનુભવે છે અથવા બીજાના ટોણા સાંભળવા પડે છે. પણ શું થશે જ્યારે આ આદત કોઈને અમીર બનાવશે? હકીકતમાં, એક એવો દેશ છે જ્યાં ગંભીર નસકોરાના કિસ્સામાં, વ્યક્તિને દર મહિને 737 પાઉન્ડ (એટલે કે 78 હજાર રૂપિયા) મળે છે.
ઊંઘ દરમિયાન નસકોરાં લેવાની આદત એક સામાન્ય સમસ્યા છે, પરંતુ તે ગંભીર સ્વરૂપ પણ લઈ શકે છે. યુકેમાં, ડિપાર્ટમેન્ટ ઓફ વર્ક એન્ડ પેન્શનના પર્સનલ ઈન્ડિપેન્ડન્સ પેમેન્ટ હેઠળ, સ્લીપ એપનિયા જેવી ગંભીર નસકોરાની સમસ્યાથી પીડાતા લોકોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય એવા લોકોને મદદ કરવાનો છે જેઓ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને કારણે રોજિંદા જીવનમાં વધારાના ખર્ચનો સામનો કરી રહ્યા છે.
આ માટે નસકોરાંની સમસ્યા ગંભીર હોવી જોઈએ અને તમારા રોજિંદા જીવનની પ્રવૃત્તિઓને અસર કરતી હોવી જોઈએ છે. અરજી સાથે મેડિકલ સર્ટિફિકેટ જોડવું પડશે, જે નસકોરાની સમસ્યાની ગંભીરતા અને તેની અસર દર્શાવે છે. આ ઉપરાંત, અરજી કરવા માટે, તમારી ઉંમર 16 વર્ષથી વધુ હોવી આવશ્યક છે. આ યોજના એવા લોકો માટે પણ ઉપલબ્ધ છે જેઓ કામ કરી રહ્યા છે, બચત કરી રહ્યા છે અથવા અન્ય લાભો મેળવી રહ્યા છે. આ સહાયની રકમ કરમુક્ત રાખવામાં આવી છે.
નસકોરા ઘણા કારણોને લીધે થઈ શકે છે જેમ કે વધારે વજન, નાકની સમસ્યા, ઊંઘવાની સ્થિતિ વગેરે. તેને યોગ્ય સારવાર અને જીવનશૈલીમાં ફેરફાર દ્વારા ઘટાડી શકાય છે. જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ નસકોરા બોલાવે છે તો ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech