SNK સ્કૂલની શિક્ષિકાની પૂર્વ પતિના મિત્ર દ્રારા પજવણી

  • April 19, 2023 06:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કાર લઇને પીછો કરે, ટુ વ્હીલર આગળ–પાછળ ચલાવે, ફોનમાં હેરાન કરે, ધરાર મિત્રતા રાખવા સિતમ ગુજારતો હોવાના આરોપસર પોલીસ ફરિયાદ: બે–બે વખત અરજીઓ કરી છતાં ન સુધર્યેા




શહેરના રૈયા રોડ પરના વિસ્તારમાં રહેતા અને એસએનકે સ્કુલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ૩૮ વર્ષીય ત્યકતાની તેના પૂર્વ પતિનો મિત્ર સોપાન હિલ્સમાં રહેતા અમર કાનજી પટેલ નામનો શખસ ધરાર મિત્રતા રાખવા પીછો કરી ફોન કરી પજવણી કરતો હોવાથી ત્રાસી શિક્ષીકાએ ધરાર રોમિયા વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.



ફરિયાદની વિગતો મુજબ શિક્ષિકાના બાર વર્ષ પૂર્વ ૨૦૧૦માં મિરલ પટેલ નામના યુવક સાથે લવ મેરેજ થયા હતાં. સંતાનમાં છ વર્ષીય પુત્રી છે. દંપતી વચ્ચે મનમેળ ન રહેતા ડિસેમ્બર ૨૦૨૦માં બન્નેએ છુટાછેડા લીધા હતાં. શિક્ષિકા પુત્રી સાથે અલગ રૈયા રોડના વિસ્તારમાં રહે છે અને એસ.એન.કે. સ્કુલમાં ટીચર તરીકે નોકરી કરે છે. પૂર્વ પતિનો મિત્ર અમર કાનજી પટેલ પણ અગાઉ શિક્ષિકાને ઓળખતો હતો અને બંને પરિચયમાં હતાં. જે તે સમયેની કોલેજ મિત્ર યુવતીનો અમર પટેલ દિયર થાય છે.





જે કારણોસર પણ અમર પટેલ સાથે શિક્ષિકાનો પરિચય વધુ ગાઢ બન્યો હતો. છએક વર્ષથી એકબીજાને ઓળખતા હતાં. છૂટાછેડા લીધા બાદ અમર પટેલ શિક્ષિકાને મિત્રતા રાખવા દબાણ કરતો, અવારનવાર ફોન કરતો રહેતો હતો. સ્કૂલે આવીને પણ હેરાન કરતો હતો. કંટાળેલી ત્યકતા શિક્ષિકાએ અમર પટેલ સામે બે વર્ષ પહેલા પણ ગાંધીગ્રામ–૨ પોલીસ મથકમાં અરજી કરી હતી. થોડો વખત અમરે હેરાન કરવાનું બધં કયુ પછી અલગ અલગ નંબરો પરથી કોલ કરતો અને મિત્રતા રાખવા દબાણ કરતો હતો.





ટ–કોલરમાં અમરનું નામ આવતું હોવાથી ત્યકતા અમરનો ફોન રિસીવ કરતી નહીં. ફરી શિક્ષિકાએ નવેમ્બર ૨૦૨૨માં અમર સામે યુનિવર્સિટી પોલીસ મથકમાં લેખિત ફરિયાદ અરજી કરી હતી. આમ છતાં અમર શિક્ષિકા સ્કૂલે પોતાની કાર લઇને જાય તો અમર પણ અલગ–અલગ કાર લઇને પીછો કરતો હતો. ઘરેથી અન્ય કામ માટે, ખરીદી માટે નીકળે તો પણ અમર પીછો કરે પરેશાન કરે. આ બાબતે ત્રસ્ત શિક્ષિકાએ ઘરના સભ્યોને વાત કરી હતી. બારેક દિવસ પહેલા પણ શિક્ષિકા પોતાના ટુ વ્હીલર પર જતી હતી પુત્રી સાથે ત્યારે પણ અમર ટુ વ્હીલર લઇને આવ્યો અને આગળ પાછળ ટુ વ્હીલર ચલાવી પીછો કરતો હતો.




પરાણે મિત્રતા રાખવા જબરજસ્તી કરતા અમર પટેલ પીછો કરતો શેરીમાંથી વાહન લઇને નીકળે મોટા અવાજે હોર્ન વગાડે અંતે માનસિક યાતના ભોગવતી ત્યકતા શિક્ષિકાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ધરાર રોમિયોનું મિત્રતાનું ભૂત ઉતારવા કાર્યવાહી હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application