કપૂર, લવિંગ અને અજમાની પોટલી સૂંઘવાથી શરીરનું ઓક્સિજન લેવલ વધે છે

  • April 27, 2021 08:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળદર, મધ, તુલસી, અંજીર અને લસણનો ભરપૂર ઉપયોગ કરવાથી ફેફસાં મજબૂત થાય છે, આયુર્વેદિક ઉપચારો કોરોનાથી દૂર રાખી શકે છે

 શરીરમાં પ્રવેશતા કોઇપણ વાયરસની અટકાવવા માટે કપૂર બેસ્ટ ઇલાજ છે. આયુર્વેદના તજજ્ઞો કહી રહ્યાં છે કે ભીમસેન કપૂર, અજમો અને લવિંગની બનાવેલી પોટલી નાકમાં સૂંઘવાથી વાયરસનો નાશ થાય છે અથવા તો વાયરસ પ્રવેશી શકતો નથી. આ પ્રયોગ દેશના વિવિધ રાજ્યોમાં શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં સુરત, અમદાવાદ અને ગાંધીનગરમાં લોકો આ પ્રયોગ કરી રહ્યાં છે.

 


પહેલાના સમયમાં શરદી મટાડવા માટે કપૂરનો ઉપયોગ થતો હતો. કોરોના સામે રક્ષણ મેળવવા લોકો હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરે છે તેમ કપૂરનો ઉપયોગ પણ હિતાવહ છે. આયુર્વેદના તજજ્ઞો એવી ખાત્રી આપતા નથી કે કોરોના નહીં થાય પરંતુ પ્રિકોશન તરીકે કપૂરની પોટલીનો પ્રયોગ કરી શકાય છે.

 


પ્રાચીનકાળમાં બાળકોને શરદી-ખાસી થતી ત્યારે માતા તેની સારવાર માટે અજમાને શેકીને બાળકના ગળામાં કાપડની પોટલી બાંધી દેતી જેથી તેની સુંગંધથી બાળકને શરદીમાં રાહત થતી હતી અને કફ છૂટો પડતો હતો. આજે આવો સમય ફરી આવ્યો છે. કોરોના વાયરસમાં થતી શરદી-ઉધરસને ભગાડવા માટે લોકો કપૂરનો ધુપ અને શેકેલા અજમાનો પ્રયોગ કરી રહ્યાં  છે.

 


હળદરમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીઈન્ફ્લામેન્ટરી ગુણ હોય છે. જે સંક્રમણથી બચાવે છે. રોજ સૂતા પહેલાં હળદરવાળું દૂધ પીવાથી લંગ્સ મજબૂત રહે છે અને ઈમ્યૂનિટી વધે છે. એવી જ રીતે આયુર્વેદમાં મધનું ખૂબ જ મહત્વ છે, તેમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે. તેનું સેવન કરવાથી ફેફસા મજબૂત રહે છે અને ફેફસામાં રહેલાં વિષાક્ત પદાર્થો દૂર થઈ જાય છે. સવારે ગરમ પાણીમાં લીંબુ અને મધ નાખીને પી શકાય છે.

 

 


તુલસીના પાનમાં પોટેશિયમ, આયર્ન, ક્લોરોફિલ, મેગ્નેશિયમ, કેરોટિન અને વિટામિન-સી વધુ પ્રમાણમાં હોય છે જે ફેફસાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. દરરોજ ચાર થી પાંચ પાન ચાવીને ખાવા જોઇએ. આ સિવાય ગિલોય અને તુલસીનો ઉકાળો બનાવીને પી શકાય છે. અંજીરમાં ઘણાં ચમત્કારી તત્વો જોવા મળે છે. તેમાં વિટામિન એ, વિટામિન-સી, વિટામિન-કે, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર અને આયર્ન જેવા પોષક તત્વો હોય છે. તેનું સેવન કરવાથી ફેફસાં વધુ મજબૂત બને છે. સાથે જ તે હાર્ટને પણ તંદુરસ્ત રાખે છે.

 

 


એ ઉપરાંત લસણ એન્ટીબાયોટિક, એન્ટીફંગલ, એન્ટીવાયરલ ગુણની સાથે કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, વિટામિન જેવા તત્વો હોય છે. જે ફેફસાને મજબૂત રાખવામાં મદદ કરે છે. એક વ્યક્તિ દરરોજ સવારે ખાલી પેટે લસણની બે થી ત્રણ કળીનું સેવન કરી શકે છે. કોરોના સંક્રમણના સમયમાં આ પ્રયોગોથી બચી શકાય છે અને શરીરને તંદુરસ્ત તેમજ ઇમ્યુનિટીથી પાવરફુલ બનાવી શકાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS