'સ્માઈલ પ્લીઝ...", રોવર પ્રજ્ઞાને ચંદ્ર પરથી ક્લિક કરી લેન્ડર વિક્રમની તસ્વીર

  • August 30, 2023 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


છેલ્લા એક અઠવાડિયાથી ચંદ્રની સપાટી પર રીસર્ચ કરી રહેલું રોવર પ્રજ્ઞાને આજે તેના સાથી લેન્ડર વિક્રમની ફુલ ઈમેજ ક્લિક કરી  છે. ઈસરોએ થોડા સમય પહેલા ટ્વીટ કરીને આ તસવીરો જાહેર કરી છે. ઈસરોએ ટ્વીટ કરીને કહ્યું કે, રોવર પ્રજ્ઞાને આજે સવારે વિક્રમ લેન્ડરની તસવીર ક્લિક કરી છે. આ તસવીર પ્રજ્ઞાનમાં લગાવેલા રોવર કેમેરાથી ક્લિક કરવામાં આવી છે.


આ પહેલા ઈસરોએ જણાવ્યું હતું કે રોવરે દક્ષિણ ધ્રુવ પર ચંદ્રની સપાટીમાં ઓક્સિજન શોધી કાઢ્યો છે અને તે હાઈડ્રોજનની શોધ કરી રહ્યું છે. હાઇડ્રોજનની શોધ થતાં જ ચંદ્ર પર પાણીની હાજરી જાણી શકાશે, જો આ શક્ય બનશે તો આ દિશામાં ખૂબ જ ક્રાંતિકારી પગલું હશે.


ISROએ કહ્યું, 'વૈજ્ઞાનિક પ્રયોગો ચાલુ છે, રોવર પર લગાવેલા લેસર ઓપરેટેડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપએ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીકની સપાટીમાં સલ્ફરની હાજરીની પુષ્ટિ કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application