વિમલનગર મેઇન રોડ પર ગુંજન રેસીડેન્સીમાં રહેતી પરિણીતાને પતિએ તું ગાંડી છો તું શું કરી લઈશ? તેમ કહી તેનું માથું પકડી દિવાલ સાથે ભટકાવ્યું હતું. બાદમાં પતિ અને દેરાણીએ મળી તેને મમાં પૂરી દીધી હતી. પાડોશીઓ આવી જતા પરિણીતાને વધુ મારામાંથી બચાવી હતી. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાદ તેણે પતિ સહિતના સાસરીયા વિદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
રાજકોટમાં પુષ્કરધામ મંદિર પાસે વિમલનગર મેઈન રોડ પર ગુંજન રેસીડેન્સી બ્લોક નંબર ૪૮ માં રહેતા વૈશાલીબેન (ઉ.વ ૪૧) નામના પરિણીતાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ સમીર વિનોદભાઈ સોઢા તથા સાસુ ગીતાબેન, દિયર શ્વેતાંગ, દેરાણી નિશાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લ ૨૧ વર્ષ પૂર્વે સમીર સાથે થયા હતા જે લજીવન થકી સંતાનમાં આઠ વર્ષનો પુત્ર દિશાંત છે પતિને યાજ્ઞિક રોડ પર નોટી ગાઇઝ નામનો કપડાનો શો–મ આવેલો છે. યાં પતિ અને દિયર સાથે વેપાર કરે છે.
પરિણીતા ફરિયાદમાં આગળ જણાવે છે કે, લના અઢી વર્ષ પછી સાસુ–દિયર, દેરાણી તથા પતિ ત્રાસ આપતા હોય તે રિસામણે ચાલી ગઈ હતી અને ત્યારબાદ તેણે પતિ ઉપર ભરણપોષણ તથા ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યેા હતો. જે કેસ ફેમિલી કોર્ટમાં પાંચ વર્ષ ચાલ્યો હતો. ફેબ્રુઆરી ૨૦૨૪ માં પતિએ બધા કેસમાં સમાધાન કરી તેને અહીંથી તેડી ગયા હતા.
પતિ સમાધાન કરી ઘરે લાવ્યા બાદ તેની સાથે કામવાળી જેવું વર્તન કરતા હતા. ઘરની બહાર નીકળવા દેતા ન હતા તેમજ ફોનમાં પણ વાત કરવા દેતા ન હતા અને નાની નાની વાતે મેણા ટોણા મારી ત્રાસ આપતા હતા. દેરાણી તથા સાસુ કામકાજ બાબતે ખૂબ જ હેરાન કરતા હતા અને પતિની ચેઢામણી કરતા હતા. જેથી પતિ મારકૂટ કરતો પરંતુ પુત્રના ભવિષ્યને ધ્યાને લઈ તે આ સહન કરતી હતી. છેલ્લા ચાર માસથી પતિ, સાસુ, દિયર, દેરાણી કામવાળીની જેમ રાખી પરેશાન કરતા હોય તેમ જ પતિએ છુટાછેડાના કાગળોની તૈયારી પણ કરી લીધી હોય આ પ્રકારે શારીરિક માનસિક ત્રાસ આપતા હતા.
ગઈકાલ સવારના પરિણીતા ઘરે કામ કરતા હતા ત્યારે સાસુ તેને હેરાન કરી પતિને કહ્યું હતું કે તારી પત્ની તથા તારો દીકરો ઘરમાં હેરાન કરે છે. જેથી તેણે કહ્યું હતું કે હત્પં કોઈને કઈં કહેતી નથી છતાં માં નામ શું કામ આપો છો? જેથી પતિએ ઉશ્કેરાઇ કહ્યું હતું કે, તું ગાંડી છો અને તું શું કરી લઈશ? તેમ કહી પત્નીનું માથું પકડી દિવાલ સાથે ભટકાવ્યું હતું અને ઢોર મારમાર્યેા હતો. ત્યારબાદ દેરાણી તથા પતિએ મળી પરિણીતાને મમાં પૂરી દીધી હતી. દેકારો થતા પાડોશીઓ ભેગા થઈ ગયા હતા અને તેણીને વધુ મારમાંથી બચાવી હતી. ત્યારબાદ તે અહીંથી ભાગી ઘર નજીક આવેલા બગીચામાં એક વાગ્યા સુધી બેસી રહી હતી બાદમાં તેને ૧૦૮ મારફત સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી પતિ સહિતના સાસરિયાઓ ત્રાસ આપતા હોય પતિ મારકૂટ કરતો હોય અંતે પરિણીતાએ આ અંગે ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લા મહેશ્ર્વરી મેઘવાર સમાજના કાર્યકારી પ્રમુખની નિમણુંક
February 24, 2025 11:28 AMઈલોન મસ્કે ₹1 લાખ કરોડ ગુમાવ્યા, અંબાણી-અદાણીને પણ જંગી નુકસાન
February 24, 2025 11:28 AMજર્મનીની ચૂંટણીમાં ઓલાફ સ્કોલ્ઝની હાર: ફ્રેડરિક મર્જ નવા ચાન્સેલર બનશે
February 24, 2025 11:26 AMમીઠાપુર નૂતન બાલ શિક્ષણ સંઘ શાળામાં પ્રતિભા પર્વ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
February 24, 2025 11:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech