જો ત્વચા પણ તડકાને કારણે કાળી પડી ગઇ હોય તો આ ઉપાયો તમારી સમસ્યાને દૂર કરશે

  • May 25, 2021 09:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગરમીની ઋતુ સાથે સૂર્યનો આકરો તાપ ત્વચાને લગતી અનેક સમસ્યાઓનું કારણ બને છે. સતત તડકામાં રહેવાથી ત્વચાના મહત્વના કોષો નષ્ટ થઈ જાય છે. જેનાથી સન ટૈનનું જોખમ વધી જાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે અનેક ઘરગથ્થુ ઉપચારો મહત્વના થાય છે. 

 

1) લિંબુ :

 

 સન ટૈનને દુર કરવા માટે લીંબુ એક અસરદાર સાબિત થાય છે. તેમાં મોજુદ વિટામીન સી એક શક્તિશાળી એન્ટિ-ઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. જો તેના રસને ત્વચા પર લગાવવામાં આવે તો તેમાં મોજુદ એસિડ સન ટૈનને દૂર કરે છે અને ત્વચાને નિખાર આપે છે.

 

2) કાકડી અને ગુલાબ જળ : 

 

કાકડી અને ગુલાબ જળનો ઉપયોગ પણ સન ટેનને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે લીંબુનો રસ, કાકડીનો રસ અને ગુલાબજળને યોગ્ય માત્રામાં લઈને મિક્સ કરી દેવું. જે પછી રૂના પૂમડા ની મદદથી ત્વચા પર લગાવો અને થોડીવાર પછી ઠંડા પાણીથી ધોઈ લેવું. તેના નિયમિત ઉપયોગથી સન ટૈનની અસર દૂર થતી જશે. 

 

3) હળદર અને ચણાનો લોટ : 

 

હળદર અને લસણનો પ્રયોગ ત્વચાને એક્સફોલિએટ કરે છે. સાથે જ સન ટૈનને પણ હટાવે છે. તેનો ઉપયોગ કરવા માટે બે ચમચી ચણાના લોટમાં અડધી ચમચી હળદર મિક્સ કરીને સન ટૈનવાળા ભાગ પર લગાવો. 

 

4) મધ અને પપીતા :

 

મધ અને પપીતાનો પેક ત્વચા પરથી સન ટૈનને હટાવવામાં મદદરૂપ થાય છે સાથે જ ત્વચાને પોષણ પણ આપે છે. તેના માટે 2 ચમચી પપીતાની પેસ્ટમાં એક ચમચી મધ ઉમેરીને મિક્સ કરવું. તેને 20 મિનિટ સુધી રાખી દેવું. પછી પાણીથી ચહેરો ધોઈ લેવો.

 

5) ટમેટું અને દહીં :

ટમેટૂ અને દહીંનો પેક ત્વચા પરથી સન ટૈનને મટાડે છે અને નવી કોશિકાઓના નિર્માણ કરવામાં મદદરૂપ થાય છે. તેનો ઉપયોગ માટે બે ચમચી દહીંમાં એક ચમચી ટમેટાનો રસ મેળવવો. હવે તેને અડધો કલાક ત્વચા પર લગાવીને ધોઈ લેવું. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS