કોરોનાથી અઢી કરોડ લોકો બેરોજગાર થવાનો ખતરો

  • March 19, 2020 10:30 AM 583 views

સંયુકત રાષ્ટ્ર્રએ ચેતવણી આપી છે કે દુનિયાભરમાં કોરોનાની મહામારી અઢી કરોડ લોકોનો રોજગાર છીનવી લેશે. આ પહેલાંથી જારી વૈશ્ર્વિક આર્થિક સંકટને વધુ ઘેરું બનાવશે. મહામારીને કારણે વૈશ્ર્વિક અર્થવ્યવસ્થાને ૩.૬ લાખ કરોડ ડોલરનો ઝટકો લાગશે. સંયુકત રાષ્ટ્ર્રએ કહ્યું કે આર્થિક અને શ્રમ સંકટ વધુ ગંભીર બનવાનો ખતરો તોળાઈ રહ્યો છે.


આંતરરાષ્ટ્ર્રીય શ્રમ સંગઠને પણ એક અભ્યાસમાં કહ્યું છે કે વૈશ્ર્વિક સ્તરે યોગ્ય નીતિ બને છે તો નુકસાનને ઓછું કરી શકાય છે. ચીનમાં જાન્યુઆરી–ફેબ્રુઆરી મહિનામાં ૫૦ લાખ લોકોએ કોરોનાના દુષ્પ્રભાવને પગલે નોકરી ગુમાવી દીધી છે