કચ્છમા અકસ્માત આપઘાતના બનાવોમાં છ મોત

  • February 17, 2021 07:45 PM 3743 views

હમીરસર તળાવમાંથી આધેડનો મૃતદેહ મળ્યો : લુણીમા પડી જવાથી અને નખત્રાણામા યુવાનનો આપઘાત : ભીમાસર નજીક અકસ્માતે યુવાનનુ મોત : મેઘપરમા મહિલાનો આપઘાત


કચ્છમાં જુદા જુદા આપઘાત અને અકસ્માતના બનાવોમાં ૬ વ્યકિતઓના મૃત્યુ નીપજયા છે હમીરસર તળાવમાંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો યારે મુન્દ્રા તાલુકાના લુણી ગામે પડી જવાથી યુવાનનું મૃત્યુ નિપજયું હતું નખત્રાણામાં યુવાને અને મેઘપરમાં મહિલાએ આપઘાત કરી આયખુ ટૂંકાવ્યું હતું યારે અંજારના ભીમાસર નજીક અકસ્માતમાં યુવાનનું મૃત્યુ નિપજયું છે તેમજ નાગોરમા બાથરૂમમાં બેભાન હાલતમાં મળી આવેલ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપયું હતું


આ બનાવો અંગે મળતી વિગતો મુજબ ભુજના શિવ નગરમાં રહેતા લાભશંકર રતિલાલ રાજગોરનો મૃતદેહ ભુજના હમીરસર તળાવમાંથી મળી આવ્યો હતો આ આધેડ ઘણા સમયથી બીમારીથી ત્રસ્ત હોય આત્મઘાતી પગલું ભયુ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.આ અંગે એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે


યારે મુન્દ્રા તાલુકાના લુણી ગામે શકિતનગર વિસ્તારમાં કલર કામ કરતા અક્રમ આદમ વાઘેર પડી જતા તેની ઈજાઓ પહોંચી હતી જેને ભુજ જી.કે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું હતું તેમજ નખત્રાણા દિપક ગાભાભાઈ ગરવાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ  આપઘાત કરી લીધો હતો તેમજ અંજાર તાલુકાના મેઘપર કુંભારડી ગામમાં શરીતાબેન સંજયપાલએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે આ બનાવ અંગે નખત્રાણા અને અંજાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે


યારે અંજાર તાલુકામાં બનેલા અકસ્માતના બનાવમાં પણ એક યુવાનનુ મોત નીપયું હતું અંજાર તાલુકાના ભીમાસર ગામ નજીક બાઇક નંબર જીજે ૧૨ એસી ૬૮૩૭ બાઈક ઉપર રૂપેશ સોમાણી અને નરભેરામ ઉર્ફે પપ્પુ પરશુરામ સાધુ જઈ રહૃાા હતા ત્યારે સર્જાયેલા અકસ્માતમાં રૂપેશ દાનાભાઈ સોમાણીને ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજયું હતું આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આમ કચ્છમાં અકસ્માત આપઘાતના બનાવોમાં છ વ્યકિતઓના મૃત્યુ નીપજયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application