છોટાઉદેપુરમાં ૮, કવાંટમાં સાડા સાત, બેચરાજી અને તિલકવાડામાં સાડા છ ઈંચ વરસાદ

  • July 26, 2021 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના ૩૩ જિલ્લાના ૨૪૦ તાલુકામાં મેઘ મહેર: નદીનાળા છલકાયા: અનેક જળાશયોમાં નવા પાણીની આવક: મુરઝાતી મોલાતને જીવતદાન: નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાલાંબા સમયથી વરસાદની રાહ જોઇને બેઠેલા લોકોના મન મેઘરાજાએ ભરપૂર વરસાદમાં ભિંજાઈ દીધા છે સૌરાષ્ટ્ર્ર સહિત રાયના મોટાભાગના વિસ્તારોમાં મેઘ મહેર થઈ છે સ્ટેટ કન્ટ્રોલ મના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ ગુજરાતના ૩૩ જિલ્લાના ૨૪૦ તાલુકામાં સામાન્યથી ૮ ઈંચ જેટલો ધોધમાર વરસાદ થયો છે સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લાના લોધિકા મા અને છોટાઉદેપુરમાં ૮ ઈંચ થયો છે. સમયસર ના વરસાદના કારણે ખેડૂતોની મૂરઝાતી મોલાતને જીવતદાન મળ્યું છે અત્યાર સુધીના વરસાદને કારણે વાવણી મોટા પ્રમાણમાં થઈ હતી પરંતુ જળાશયોમાં નવા પાણીની મોટા પ્રમાણમાં આવક ન થતાં પીવાના પાણીની સમસ્યા ઉકેલાઈ નહોતી આ વખતના વરસાદને કારણે પીવાના પાણીની સમસ્યામાં પણ રાહત થઇ છે અને જળાશયોમાં નવા પાણીની આવક થઇ છે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.

 


સ્ટેટ કંટ્રોલ મ ના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ છોટાઉદેપુરમાં ૮ અને કવાટમાં સાડા સાત ઈંચ વરસાદ થયો છે. મહેસાણા જિલ્લાના બેચરાજી નર્મદા જિલ્લાના તિલકવાડામાં ૬ ઈંચ પાણી પડયું છે આ ઉપરાંત વલસાડ જિલ્લાના કપરાડા માં સાડા પાંચ પાટણ જિલ્લાના શંખેશ્વર મહેસાણા જિલ્લાના જોટાણા અને વિજાપુરમાં પાંચ પાંચ ઈંચ વરસાદ આ થયો છે છોટાઉદેપુરના બોડેલીમાં સાડા ચાર ઈંચ પાણી પડું છે મહેસાણામાં સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે અને પ્રાંતિજમાં પણ ચાર ઈંચ વરસાદ થયો છે.

 


આ ઉપરાંત વડોદરા જિલ્લાના ડભોઇ દાહોદ જિલ્લાના ફતેપુરા વડોદરા જિલ્લાના પાદરા પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા દાહોદ જિલ્લાના લીમખેડા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી મહિસાગર જિલ્લાના કડાણા પાટણ જિલ્લાના ચાણસ્મા અમદાવાદ જીલ્લાના દેત્રોજ પંચમહાલના ગોધરા શહેરા અને અરવલ્લી જિલ્લાના બાયડમાં ત્રણથી ચાર ઈંચ વરસાદ થયો છે.

 


જામનગર, ગીર સોમનાથ, પોરબંદર સહિત રાયના અનેક વિસ્તારોમાં બે દિવસ ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગપે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે આગામી તારીખ ૨૮ આસપાસના નવું એક લો પ્રેશર બંગાળની ખાડીમાં સર્જાઇ રહ્યું છે આ ઉપરાંત સેન્ટ્રલ મધ્યપ્રદેશમાં લો પ્રેશર જોવા મળ્યું છે નોર્થવેસ્ટ રાજસ્થાનમાં સાયકલોનિક સરકયુલેશન છવાયું છે આ તમામ સિસ્ટમના કારણે આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર્રમાં જામનગર ગીર સોમનાથ પોરબંદર જુનાગઢ અને ગુજરાતમાં ભચ નવસારી સુરત વલસાડ દમણ દાદરા નગર હવેલી સહિતના જિલ્લાઓમાં અમુક સ્થળોએ ભારેથી અતિભારે અને અમુક સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્રારા કરવામાં આવી છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાયના મોટાભાગના વિસ્તારોમાં આગામી બે દિવસ માટે હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.

 


જખોથી દીવ વચ્ચેનો દરિયો તોફાની: માછીમારોને ચેતવણી
દરિયામાં સર્જાયેલી સિસ્ટમના કારણે જખોથી દીવ વચ્ચે નો દરિયો ભારે તોફાની બન્યો છે અને ઉંચા મોજા ઉછળી રહ્યા છે દરિયામાં પ્રતિ કલાકના ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફંકાઇ રહ્યો છે અને તેની ઝડપ અમુક તબક્કે વધીને ૬૫ કિલોમીટરની આસપાસ પહોંચી જવાની ભીતિ હોવાના કારણે આગામી તારીખ ૨૯ સુધી માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS