મણિપુરમાં સ્થિતિ બેકાબુ : બિષ્ણુપુરમાં એક જ પરિવારના ત્રણની હત્યા

  • August 05, 2023 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોલીસ તપાસ શરુ, બે સમુદાય એકબીજાને ભરી પીવા આમનેસામને

રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના લાખ પ્રયત્ન છતાં થાળે પડ્યો નથી



મણિપુરમાં સ્થિતિ હજુ કાબુમાં નથી. અહીં બિષ્ણુપુર જિલ્લામાં, બદમાશોએ પોલીસ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો લૂંટી લીધો. બદમાશો અને જવાનો વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા બે ડઝન સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા છે.

. આ દરમિયાન બિષ્ણુપુરમાં મોડી રાત્રે એક જ પરિવારના 3 લોકોની હત્યાના સમાચાર સામે આવ્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.




મણિપુરમાં ત્રણ મહિનાથી ચાલી રહેલી હિંસાની આગ હજુ શાંત થઈ નથી ત્યારે મહિલાઓની નગ્ન પરેડ બાદ મણિપુરની હાલત બદથી બદત્તર બનતી જઈ રહી છે. બે સમુદાય એકબીજાના દુશ્મન બની ગયા છે. રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર પણ આ અંગે ઘણા પગલા લઈ ચૂકી છે તેમ છત્તા મામલો થાળે પડ્યો નથી. ત્યારે હવે મણિપુરમાં ફરીએક હિંસક બનાવ સામે આવ્યો છે. માહિતી મુજબ બિષ્ણુપુરમાં એક જ પરિવારના 3 લોકોની હત્યા કરવામાં આવી છે.




આના બે દિવસ પહેલા મણિપુરમાં હિંસા થઈ હતી. બિષ્ણુપુર જિલ્લામાં, સશસ્ત્ર દળો અને મેઇતેઈ સમુદાયના વિરોધીઓ વચ્ચેની અથડામણમાં 17 લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ ઈમ્ફાલમાં જાહેર કરાયેલ કર્ફ્યુમાં છૂટછાટનો આદેશ પાછો ખેંચવો પડ્યો હતો. અધિકારીઓએ સાવચેતીના પગલા તરીકે દિવસ દરમિયાન નિયંત્રણો લાદ્યા હતા. સશસ્ત્ર દળો અને મણિપુર પોલીસે જિલ્લાના કાંગવાઈ અને ફૌગાકચાઓ વિસ્તારોમાં દેખાવકારોને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.


બિષ્ણુપુરમાં હિંસાની તાજી ઘટનાઓ વચ્ચે ઇમ્ફાલ પૂર્વ અને ઇમ્ફાલ પશ્ચિમમાં કર્ફ્યુમાં સંપૂર્ણપણે રાહત આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિષ્ણુપુરમાં મેઇતેઈ સમુદાયની ભીડ સુરક્ષા દળો સાથે અથડામણ થઈ હતી. ભીડને વિખેરવા માટે સુરક્ષા દળોએ ગોળીબાર કરવો પડ્યો હતો. ભારતીય સેના અને રેપિડ એક્શન ફોર્સના ગોળીબારમાં 19 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. બિષ્ણુપુરના કંગવાઈ અને ફૌગકચાઓમાં અથડામણમાં સુરક્ષા દળોએ ટીયર ગેસના અનેક શેલ છોડ્યા હતા.



આરબીઆઈ હેડક્વાર્ટર પર કર્યો હુમલો

પછી જ ટોળાએ આરબીઆઈ હેડક્વાર્ટર પર હુમલો કર્યો અને 16,000 રાઉન્ડ ગોળીઓ ચલાવી. એકે શ્રેણીની એસોલ્ટ રાઇફલ, ત્રણ ઘાતક રાઇફલ્સ, 195 સેલ્ફ-લોડિંગ રાઇફલ્સ, પાંચ MP-4 બંદૂકો, 16 પિસ્તોલ, 25 બુલેટપ્રૂફ જેકેટ, 21 કાર્બાઇન, 124 ગ્રેનેડ અને અન્ય દારૂગોળો લૂંટવામાં આવ્યો હતો. ટોળું ઇમ્ફાલમાં અન્ય બે શસ્ત્રાગાર પર પણ હુમલો કરવાની યોજના બનાવી રહ્યું હતું. સુરક્ષા દળો પહેલાથી જ એલર્ટ હોવા છતાં તેઓ હથિયારો લૂંટી શક્યા ન હતા.


મણિપુરના ડીજીપી રાજીવ સિંહે કહ્યું કે તેઓ આશ્ચર્યચકિત છે કે ટોળું આ રીતે ઉચ્ચ સુરક્ષા ક્ષેત્રમાં પ્રવેશી શકે છે અને અમારા હથિયારો પર હાથ સાફ કરી શકે છે. પોલીસનું કહેવું છે કે ઘણા લૂંટાયેલા હથિયારો મળી આવ્યા છે અને પહોંચાડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ પ્રકારની લૂંટ ભૂતકાળમાં પણ બની છે અને અમે તેને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. હથિયારો છીનવી લેવા એ મોટો ગુનો છે. અમે આઈજીપી રેન્કના અધિકારીને આઈઆરબી હેડક્વાર્ટરમાં મોકલ્યા છે અને ટોળું અહીંથી કેવી રીતે હથિયારો લઈ જઈ શકે છે તેની તપાસ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application