ક્યાંય પણ સર્જાય શકે છે ભારત જેવી સ્થિતિ, WHOની ચેતવણી

  • April 30, 2021 10:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત પર પડેલી કોરોનાની માર હવે દુનિયાભરના દેશો માટે પડકાર બની છે. વિશ્વ સ્વાસથ્ય સંસ્થાએ ભારતનું ઉદાહરણ આપી અને દુનિયાના તમામ દેશોને ચેતવણી આપી છે. 

 

 

વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે, જો કોઈપણ પ્રકારની બેદરકારી થઈ તો ભારત જેવી સ્થિતિ કોઈપણ દેશમાં સર્જાઈ શકે છે. ડો હાંસ ક્લૂગેએ કહ્યાનુસાર ડબલ્યૂએચઓએ ભારતમાં મળેલા B-1617 વેરિયંટનો સમાવેશ વેરિયંટ ઓફ ઈંટ્રેસ્ટમાં કર્યો છે. કારણ કે યૂરોપમાં કેટલાક દેશોમાં આ વેરિયંટ મળી આવ્યો છે. તેથી આ વાત સમજવી જરૂરી છે કે બેદરકારી રાખવાથી ભારત જેવી સ્થિતિ દુનિયામાં ક્યાંય પણ સર્જાઈ શકે છે. 

 

 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર કોરોનાનો આ ભારતીય વેરિયંટ યૂરોપના 17 દેશોમાં મળી આવ્યો છે. જો કે હજુ એ વાત સ્પષ્ટ નથી કે ભારતમાં ઝડપથી વધતાં કોરોના સંક્રમણ માટે આ વેરિયંટ જવાબદાર છે કે કેમ.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021