મુંબઇમાં સ્થિતિ ગંભીર: આજે નિયંત્રણો લદાશે

  • April 02, 2021 09:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

24 કલાકમાં 8646 નવા કેસ નોંધાયા: ફરી એક વખત લોકલ ટ્રેનમાં સામાન્ય નાગરિકોના પ્રવાસ પર પ્રતિબંધ મુકવા વિચારણાકોરોના મહામારી વચ્ચે લોકડાઉનનો કડવો અનુભવ કરી ચૂકેલા મુંબઈગરાને ફરી એક વખત આકરા પ્રતિબંધોનો સામનો કરવો પડે એવી શકયતા નિમર્ણિ થઈ છે. છેલ્લા બે મહિનાથી મુંબઈમાં કોરોનાનો આંકડો મોટા પ્રમાણમાં વધ્યો હોવાથી મુંબઈ ફરી એક વખત ડેન્જર ઝોનમાં આવી ગયું છે. મુુંબઈમાં લોકલ ટ્રેન સહિત સાર્વજનિક જગ્યાએ થતી ભીડને જોતા કોરોનાને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈગરા માટે ફરી એક વખત લોકલ ટ્રેનમાં પ્રવાસ પર પ્રતિબંધ મુકવા જેવા પગલા લેવામાં આવે એવી શકયતા મેયર કિશોરી પેડણેકરે વ્યક્ત કરી છે. રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે મુંબઈમાં સૌથી વધુ 8646 નવા કેસ નોંધાયા હતા. સતાવાળાઓએ પહેલાથી શહેરમાં લોકડાઉન ન લગાવવા તથા નિયમો વધુ કડક કરવાનું અગાઉ સત્તાવાળાઓ તરફથી કહેવામાં આવ્યું હતું. પરંતુ હવે કદાચ લોકડાઉન અંગે રાજ્ય સરકાર વિચારે એવી શકયતા છે. મુંબઈ સર્કલમાં પણ 14,000થી વધુ કેસ નોંધાયા હતા.

 


મુંબઈમાં મોટા પ્રમાણમાં કોરોનાના દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસથી પાંચથી છ હજાર દર્દી દિવસમાં નોંધાઈ રહ્યા હતા, તેમાં વધારો થઈને આ સંખ્યા 10,000થી પણ ઉપર જવાની શકયતા પાલિકા પ્રશાસનેે વ્યકત કરી છે. મુંબઈમાં હાલ નાઈટ કરફ્યૂ અમલમાં છે છતાં પણ સાર્વજનિક સ્થળે ભારે ભીડ હોય છે. દર્દીની સંખ્યામાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકારે સૂચનો બહાર પાડ્યા છે તે પાર્શ્ર્વભૂમિ પર મેયર કિશોરી પેડણેકરે કહ્યું હતું કે ભીડ પર નિયંત્રણ મેળવવા માટે આકરા પગલાં ભરવા આવશ્યક છે.

 


મેયરના કહેવા મુજબ મુંબઈમાં ફરી એક વખત આકરા પ્રતિબંધો મૂકવામાં આવશે, જેમાં હોટેલમાં 50 ટકા હાજરીને ફરજિયાત કરવામાં આવશે. ધાર્મિક સ્થળોએ જયેષ્ઠ નાગરિક અને નાના બાળકોને કોરોનાનો ચેપ લાગવાનું જોખમ વધારે હોય છે. તેથી ફરી એક વખત ધાર્મિક સ્થળની સાથે જ થિયેટર, મોલ બંધ કરવામાં આવશે. ટ્રેનમાં પણ ભીડ થતી હોય છે, તેથી સામાન્ય નાગરિકો માટે ફરી એક વખત લોકલ ટ્રેનનો પ્રવાસ બંધ કરીને ફક્ત અત્યાવશ્યક સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓને પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવશે. ખાનગી ઑફિસમાં બે શિફ્ટમાં કામ કરવા પર તેમ જ 50 ટકા હાજરી પર ભાર મુકાશે. દુકાનોમાં ભારે ભીડ થતી હોવાથી એક દિવસ છોડીને એક દિવસ દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપવા બાબતે વિચાર છે. મુંબઈ ડેન્જર ઝોનમાં હોય આખા મુંબઈમાં હાલ 3,900 બેડ ખાલી છે. તો 324 આઈસીયુ તો 170 વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS