સિંગલ યૂઝ પ્લાસ્ટિકની અનેક પ્રોડક્ટ પર આ તારીખથી પ્રતિબંધ, જાણો કઈ કઈ વસ્તુઓ છે પ્રતિબંધની યાદીમાં

  • August 14, 2021 09:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકારે આવતા વર્ષથી ભારતને સિંગલ યૂઝ પ્લાસ્ટિકમુક્ત બનાવવાની દિશામાં મહત્ત્વનું પગલું લીધું છે. દેશભરમાં પ્લાસ્ટિક કચરાના ખતરાનો સામનો કરવાની જરૃરિયાતને મુદ્દે મોટાપાયે માગણી ઊઠતાં કેન્દ્ર સરકારે આગામી વર્ષે ૧લી જુલાઇથી સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે પ્રતિબંધ અમલી બનાવતું જાહેરનામુ જારી કરી દીધું છે. સરકારે જાહેરનામાની મદદથી પોલિથિન બેગની જાડાઇ ૫૦ માઇક્રોનથી વધારીને ૧૨૦ માઇક્રોન સુધી કરી દીધી છે. જોકે પોલિથિન બેગની જાડાઇ સંબંધી નિયમ ૩૦ સપ્ટેમ્બરથી શરૃ કરીને બે તબક્કે અમલી બનશે.

 

હાલમાં દેશમાં ૫૦ માઇક્રોનથી ઓછી જાડાઇની પોલિથિન બેગ પર પ્રતિબંધ છે. નવા નિયમ મુજબ હવે આગામી વર્ષે ૩૧ ડિસેમ્બરથી ૭૫ માઇક્રોનથી ઓછી જાડાઇ ધરાવતી પોલિથિન બેગ અને ૧૨૦ માઇક્રોનથી ઓછી જાડાઇ ધરાવતી બેગ પર પ્રતિબંધ લગાવવામાં આવશે. પર્યાવરણ મંત્રાલય દ્વારા જારી થયેલા જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે ૧લી જુલાઇ, ૨૦૨૨થી પોલિસ્ટાનિન અને એક્સપેન્ડેડ પોલિસ્ટાઇનિન સહિત સિંગલ યૂઝ ધરાવતા પ્લાસ્ટિક ઉત્પાદન, આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.

 

સિંગલ યૂઝ પ્લાસ્ટિકની વ્યાખ્યા સમજાવતાં જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે પ્લાસ્ટિકના કચરાને અલગ કરવો, સ્ટોરેજ, પરિવહન, પ્રોસેસિંગ અને ડિસ્પોઝલ સંબંધિત કામગીરી કરવાની જવાબદારી શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થા અને ગ્રામપંચાયતની રહેશે. કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિકમાંથી તૈયાર થનારી બેગ પર જાડાઇની જોગવાઇ લાગુ નહીં પડે. કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક કેરી બેગના નિર્માતા, વિક્રેતા, બ્રાન્ડ માલિકોને કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ પાસેથી એક પ્રમાણપત્ર મેળવવું પડશે.

 

પ્લેટ, કપ, ગ્લાસ, કટલરી પ્રતિબંધની યાદીમાં

 

સિંગલ યૂઝ પ્લાસ્ટિકની બનેલી જે ચીજવસ્તુ પર પ્રતિબંધ લાગી જશે તેમાં પ્લાસ્ટિક સ્ટિક, ફુગ્ગા માટેની પ્લાસ્ટિક સ્ટિક, ધ્વજ અને કેન્ડીની પ્લાસ્ટિક સ્ટિક, આઇસક્રીમ સ્ટિક, સજાવટ માટેના થર્મોકોલનો સમાવેેશ થાય છે. તે ઉપરાંત પ્લેટ, કપ, ગ્લાસ, કટલરી અર્થાત કાંટા, ચમચા,, મીઠાઇ બોક્સ, નિમંત્રણ કાર્ડ અને સિગારેટ પેકેટ્ડ પર લપેટવામાં આવતા પ્લાસ્ટિક અને ૧૦૦ માઇક્રોનથી ઓછાના પીવીસી બેનર્સનો પણ તેમાં સમાવેશ થાય છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021