પોતાની અને અન્ય લોકોની સેફ્ટી માટે ઈટલીથી ભારત આવવાનું ટાળ્યું ગાયિકા શ્વેતા પંડિતએ

  • March 26, 2020 11:32 AM 550 views

 

એક કનિકા કપૂર છે જેણે વિદેશથી પરત ફરી કોરોન્ટાઈનનો ભંગ કરી અનેક લોકોના જીવ જોખમમાં મુકી દીધા અને એક ગાયિકા શ્વેતા પંડિત છે જેણે સમજદારી દાખવી અને ભારત પરત ફરવાનું જ ટાળ્યું છે. જી હાં બોલિવૂડ સિંગર સ્વેતા પંડિત હાલ ઈટલીમાં છે જ્યાં કોરોના ભયંકર રીતે ફેલાયેલો છે. તેમ છતાં તેણે નક્કી કર્યું કે તે ભારત નહીં આવે અને ત્યાં જ સુરક્ષિત રહેશે. ભારત પરત ન ફરવાનું કારણ જણાવતા શ્વેતાએ કહ્યું હતું કે તેની ઈચ્છા હતી કે તે હોળીનો તહેવાર પરીવાર સાથે ઉજવે પરંતુ જો તે ભારત પરત ફરે તો તેને પણ કોરોનાનો ચેપ લાગવાની શક્યતા વધી જાય અને તેના કારણે અન્ય લોકોમાં પણ આ ચેપ ફેલાઈ શકે છે. તેથી તેણે ભારત આવવાનું ટાળ્યું છે. હાલ સ્વેતા ઈટલીમાં છે.