સિંગર અરિજીત સિંહની માતાનું કોરોનાને લીધે કોલકાતામાં નિધન

  • May 21, 2021 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ સિંગર અરિજીત સિંહની માતાનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી કોલકાતાની હોસ્પિટલમાં દાખલ હતા. કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ઇસીએમઓ પર હતા અને તેમની હાલત નાજુક હતી. ગુરુવારે સવારે તેમનું નિધન થયું છે.
અરિજીતની માતા હોસ્પિટલમાં દાખલ છે તે વાતની પુષ્ટિ અભિનેત્રી સ્વાસ્તિકાએ કરી હતી. તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં લખ્યું હતું કે, અરિજીત સિંહની માતા માટે -બ્લડની જરૂર છે. તે અમ્રી ધકુરિઆમાં એડમિટ છે. ફિલ્મ મેકર શ્રીજીત મુખજીર્એ પણ લોકોને રિક્વેસ્ટ કરી હતી. તેમણે બંગાળીમાં ટ્વિટ કરી અરિજીત સિંહની માતા માટે મદદ માંગી હતી.

 


ઉલ્લેખનીય છે કે, અરિજીત સિંહે વર્ષ 2005માં કરિયરની શરૂઆત કરી હતી. તેણે સિંગિંગ રિયાલિટી શો ’ફેમ ગુરુકુલ’માં ભાગ લીધો હતો. આ શો દ્વારા તે પરિચીત બન્યો હતો. કરિયર દરમિયાન ઘણું સંઘર્ષ કરનાર અરિજીતને ફિલ્મ ’આશિકી 2’ના ગીત ’તુમ હી હો’ દ્વારા ઓળખ મળી હતી. અરિજીત રોમેન્ટિક ગીતોને લીધે યુવાઓના દિલો પર રાજ કરે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS