ઓફિસના સ્ટ્રેસમાંથી મુક્તિ મેળવવાની સરળ ટિપ્સ 

  • June 10, 2021 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આમ તો ઓફિસના કામથી સ્ટ્રેસ અને એગ્ઝાઈટી થવી સામાન્ય બાબત છે પરંતુ ત્યારથી કોરોનાની મહામારી શરૂ થઈ છે ત્યારથી વર્ક ફ્રોમ હોમનું કલ્ચર વધ્યું છે અને લોકો ઘરેથી જ ઓફિસની કામગીરી સંભાળી રહ્યા છે જેને લીધે લોકોમાં તણાવનું પ્રમાણ વધુ છે. હકીકતમાં ઘરના માહોલમાં ઓફિસની કામગીરી સંભાળવી એટલી સરળ હોતી નથી. તેમના પર્ફોમન્સ પર તો તણાવની અસર પડી જ છે સાથો સાથ વ્યક્તિગત જીવન પર પણ તેની વિપરીત અસર પડી છે. આ સ્ટ્રેસ (તણાવ) ને દૂર કરવાની આ ટિપ્સ તમને ઘણી મદદરૂપ બનશે.  

 

1. પાણી પીવો :

 

કામ‌ કરતી વખતે ચિંતા ઉદભવે તો પરેશાન થયા વગર શક્ય તેટલું પાણી પીવાનું રાખવું. પાણી શરીરને હાઈડ્રેટ કરે છે જેનાથી તમારું મગજ શાંત થશે અને તમે નિશ્ચિંત બનીને કામ પર ધ્યાન આપી શકશો.

 

2. વચ્ચે વચ્ચે બ્રેક લેવો :

 

સતત એક જગ્યાએ કામ કરતા રહેવાથી ઘણી વખત સ્ટ્રેસ લેવલ આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય છે‌. તેવામાં ઓફિસના કામની વચ્ચે વચ્ચે બ્રેક લેતાં રહેવું અને સાથે જ મન હળવું કરવા માટે પરિવારજનો સાથે વાત કરતું રહેવું. એક જ જગ્યાએ વધુ સમય સુધી બેસી રહેવાથી શારીરિક ગતિવિધિ ઓછી થઈ જાય છે અને મગજની કાર્યક્ષમતા પણ ઘટી જાય છે.

 

3. હેલ્ધી ડાયેટનો ઉપયોગ કરવો :

 

ચિંતા અને તણાવને ઓછો કરવો હોય તો તમારા ભોજનમાં હેલ્થી ચીજો સામેલ કરો. તેનાથી શરીરને તાકાત મળશે અને ચિંતા પણ ઓછી થશે. હેલ્ધી ડાયટ મગજ અને શરીર બંને જરૂરી પોષણ પૂરું પાડે છે તમને હકારાત્મક ઊર્જાનો અહેસાસ થશે. તેથી જ્યારે પણ સ્ટ્રેસ મહેસૂસ થાય ત્યારે તમારા મનપસંદ ફ્રુટ તથા ડ્રાયફ્રુટ વગેરેનું સેવન કરવું. 

 

 

4. એસેન્શિયલ ઓઇલનો ઉપયોગ કરવો : 

કામ દરમિયાન તમે તમારી આસપાસ એસેન્શીયલ ઓઇલનો છંટકાવ કરી શકો છો. સ્ટ્રેસને દૂર કરવામાં લેવેન્ડર, સિટ્રસ, ઓરેન્જ અથવા સેન્ડલ વુડના એસેન્શિયલ ઓઈલ ખૂબ મદદરૂપ થાય છે અને મગજને શાંત રાખવામાં મદદ કરે છે. 

 

5. હળવો મસાજ કરવો : 

જો તમને ઓફિસના કામની ચિંતા થઈ રહી હોય તો વચ્ચે નાનો એવો બ્રેક લઈને તમારી હથેળી, પીઠ, ખભા, ગરદન અથવા માથા પર હળવા હાથે મસાજ કરો. આ માટે તમે તમારા પરિવાર જનોની પણ મદદ લઈ શકો છો. હળવા હાથે મસાજ કરવાથી તમારા સ્ટ્રેસમાં રાહત થશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS