ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે વાસ્તુ શાસ્ત્રના આ સરળ ઉપાય

  • May 04, 2021 09:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમારા ઘર સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંપત્તિ સ્થાયી રહે તે માટે વાસ્તુના કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. જેથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય અને સકારાત્મક ઉર્જા વધે છે. આમ થવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધશે. કયા કયા છે આ કામ વાંચો અહીં 

 

 

1. મંદિરમાં ક્યારેય પૈસાનો સંગ્રહ ન કરો.  આમ કરવાથી  તમારું મન ભગવાન કરતા પૈસામાં વધુ અટકેલું રહેશે. આમ કરવાથી ભગવાન રુષ્ટ થઈ જાય છે. 

 

2. ધ્યાન રાખો કે જે ફોટોમાં માં લક્ષ્મી કમળ પર બિરાજમાન હોય તેવી જ તસવીર ઘરમાં રાખવી. ઊભા હોય તેવી મુદ્રામાં હોય તે તસવીર  પૈસાની તંગી લાવી શકે છે. 

 

3. ઘરનો મુખ્ય દરવાજો ઘરની યોગ્ય સ્થિતિમાં હોવો જોઈએ. તે બગડેલો કે પુરો બંધ ન થતો હોય તેવો હોય તો તે ઘરમાં નકારાત્મક ઊર્જા લાવે છે અને પૈસાની ખોટનું કારણ બને છે.  

 

4. શાસ્ત્રો અનુસાર ઘરમાં પ્લાસ્ટિકના ફૂલો કે છોડ  રાખવા ન જોઈએ.  તેનાથી ગરીબી આવે છે.  ઉપરાંત ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાય છે.  

 

5. ઘરમાં રાતના એંઠા વાસણ ન રાખવા. ખાસ કરીને રાત્રીના વાસણો ઘરના રસોડામાં ન રાખશો.  ઉત્તમ રહે જો તમે વાસણ રાત્રે સાફ કરી લો. 

 

6. ઘરમાં તિજોરી એવી રીતે રાખવી કે તે ઉત્તર દિશા તરફ ખુલે. તેનાથી ધનવૃદ્ધિ થાય છે. 

 

7. રવિવારે ઘરમાં કુબેર યંત્ર ઉત્તર દિશામાં સ્થાપિત કરવામાં આવે તો દેવું ઓછું થાય છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS