માઈનસ ડિગ્રી તાપમાનમાં પણ જવાનોનો ઉત્સાહ ચોકાવનારો ; રેસ્ક્યુ ઓપરેશનના વિડીયોએ જીત્યું દેશવાશીઓનું ડીલ
અચાનક ભારે હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે ગતરોજ પૂર્વ સિક્કિમના નટુલામાં ૫૦૦ પ્રવાસીઓ ફસાયા હતા, પરંતુ સેનાના જવાનોની મહેનત અને સમયસુચકતાના કારણે તમામનો આબાદ બચાવ થયો છે. ભારતીય સેનાએ અહેવાલ આપ્યો હતો કે ૨૧ ફેબ્રુઆરીએ અચાનક ભારે હિમવર્ષાને કારણે ૫૦૦ થી વધુ પ્રવાસીઓને લઈ જતા લગભગ ૧૭૫ વાહનો ફસાયા હતા. આ ઘટનાના કેટલાક વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાઈરલ થઇ રહ્યા છે. જેમાં યુઝર્સ તેમની આ મદદને બિરદાવી રહ્યા છે.
સેનાએ વધુમાં કહ્યું કે ભારતીય સેનાની ત્રિશક્તિ કોર્પ્સ સિક્કિમમાં સરહદોની રક્ષા કરતી વખતે નાગરિક વહીવટ અને લોકોની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહે છે. આ પહેલા ૨૦ ફેબ્રુઆરીએ સીઆરપીએફ જવાનોએ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં ભારે હિમવર્ષાને કારણે ફસાયેલા વાહનોની મદદ કરી હતી. અહીં ભારે વરસાદ અને હિમવર્ષા જોવા મળી હતી, જેના કારણે ભૂસ્ખલનને કારણે શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે સહિત ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech