૨૫ મે થી પોરબંદરથી અમદાવાદ અને મુંબઈની વિમાની સેવા ફરી શરૂ થવાના સંકેત

  • May 22, 2020 02:50 PM 98 views

પોરબંદર થી નિયમિત મુંબઈની સ્પાઈસ જેટ વિમાની સેવા અને અમદાવાદની ટ જેટ વિમાની સેવા કાર્યરત હતી. પરંતુ લોકડાઉનમાં વિમાની સેવાને સંપૂર્ણ બધં જાહેર કરવામાં આવતા છેલ્લા બે મહિનાથી સેવા બધં હતી અને હવે ૨૫ મે થી દેશમાં એવીએશન સેકટરને સરકારે મંજુરી આપતા પોરબંદર થી અમદાવાદ અને મુંબઈની વિમાની સેવા ફરી શરૂ થવાના સંકેત મળ્યા છે.


મુંબઈથી આવતી ૨૫ મે ના રોજ સ્પાઈસ જેટની વિમાની સેવા શરૂ થશે અને તેના માટે બુકીંગ શરૂ થયું છે. તેવી જ રીતે અમદાવાદથી ટ જેટની વિમાની સેવા શરૂ થશે અને ૨૫ મે ના રોજ ફરી વખત શરૂ થશે અને બુકીંગને શરૂ કરી દેવાયા છે.


લોકડાઉન જાહેર થયું તે પૂર્વે જે પેસેન્જરે લોકડાઉનના દિવસોની ટિકીટ બુક કરેલી હતી તેઓને આગામી એક વર્ષ માટે ફરી કોઈપણ દિવસની ટિકીટ બુક કરાવવા માટેની મર્યાદા એરલાઈન્સ કંપનીએ પોલીસી મુજબ જાહેર કરી છે અને જે દિવસની ટિકીટ બુક કરાવવી હોય તે દિવસના રેઈટ ડિફરન્સના પૈસા એરલાઈન્સ કંપનીને ભરવાના રહેશે. એરલાઈન્સ કંપનીઓએ અગાઉથી ઓછા દરની ટિકીટની સ્કીમ બહાર પાડી હતી અને પોરબંદર થી અમદાવાદ સુધીની ટિકીટ માત્ર ૮૦૦ માં પણ જાહેર કરવામાં આવી હતી અને અનેક લોકોએ માત્ર રૂપીયા ૮૦૦ માં પ્લેનમાં બેસવા મળશે તેવી સ્કીમ જોઈને ટિકીટો બુક કરી હતી. ત્યારે હવે નવા શેડુઅલમાં પોરબંદર–અમદાવાદ ની ટિકીટ ૨૩૦૦ રૂપીયાના દરથી જાહેર કરવામાં આવી છે, ત્યારે લોકોને ડિફરન્સના પૈસા ભરીને નવી ટિકીટ બુક થઈ શકશે. જેથી વધુ પૈસા ચૂકવવા પડશે તે સામે ટ્રાવેલ એજન્ટ પણ એરલાઈન્સ કંપનીમાં રજુઆત કરશે. કેમ કે પેસેન્જર અને ટ્રાવેલ એજન્ટ વચ્ચે પણ ટિકીટના દર બાબતે રકઝક થઈ શકે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.


પ્રારંભિક ટિકીટના દર
વેબસાઈટ મુજબ ૨૫ મે ની સ્પાઈસ જેટની મુંબઈ–પોરબંદર ટિકીટ દર ૨૬૦૦ રૂપીયા આસપાસ દર્શાવી રહ્યો છે અને પોરબંદર થી મુંબઈ ૩૪૦૦ આસપાસનો દર તેમજ અમદાવાદથી પોરબંદર ટ જેટનો ૨૫ મે નો દર રૂપીયા ૨૩૧૦ આસપાસ અને પોરબંદરથી અમદાવાદનો ટ જેટનો દર રૂપીયા ૨૩૧૦ હાલ બતાવી રહ્યો છે જે એરલાઈન્સની પોલીસી મુજબ કોઈપણ સમયે ફેરફાર થતો રહે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application