BREAKING NEWS

હાલારના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ

  • July 04, 2026 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલારના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ

૪૧ થી ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના : તંત્ર સતર્ક : માછીમારોને દરિયાથી દૂર રહેવા સૂચના

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં દરિયાઈ વિસ્તારમાં ભારે પવન અને દરિયો ઉગ્ર બનવાની આગાહી કરવામાં આવતા દેવભૂમિ દ્વારકાના ઓખા બંદર પર સાવચેતીના ભાગરૂપે ૩ નંબરનું વોર્નિંગ સિગ્નલ ફરકાવવામાં આવ્યું છે. આગાહી અનુસાર દરિયાઈ વિસ્તારમાં ૪૧થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે ઊંચા મોજાં ઉછળવાની અને દરિયો વધુ તોફાની બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

​​​​​​​જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યલ્લો એલર્ટ: અધિકારીઓને હેડકવાર્ટર ન છોડવા સુચના આપવામાં આવી છે. 

આગાહીને ધ્યાનમાં રાખીને બંદર તંત્ર અને સંબંધિત વિભાગોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. માછીમારોને આગામી સૂચના સુધી દરિયામાં માછીમારી માટે ન જવા તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં વિશેષ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. દરિયામાં રહેલી તેમજ બંદર પર આવેલી તમામ માછીમારીની બોટોને સુરક્ષિત રીતે લાંગરી દેવા અને કોઈપણ પ્રકારનું જોખમ ન લેવા અપીલ કરવામાં આવી છે.

તંત્ર દ્વારા માછીમારોને પોતાની બોટમાં રહેલો કિંમતી સામાન, માછીમારીના સાધનો, જાળ અને અન્ય જરૂરી ઉપકરણોને સુરક્ષિત સ્થળે રાખવા પણ સૂચના આપવામાં આવી છે, જેથી ભારે પવન કે ઊંચા મોજાંના કારણે નુકસાન ટાળી શકાય.

બંદર વિસ્તારમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને પરિસ્થિતિ પર નજર રાખવા માટે સંબંધિત અધિકારીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. હવામાનમાં થતા ફેરફારોને ધ્યાનમાં રાખીને માછીમારો અને દરિયાકાંઠાના રહેવાસીઓને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા તથા કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરવા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application