પ્રભાસની ફિલ્મ આદિપુરુષમાં સિદ્ધાર્થ શુક્લાની એંટ્રી

  • May 17, 2021 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિગ બોસ 13ને જીત્યા બાદ અભિનેતા સિદ્ધાર્થ શુક્લાની લોકપ્રિયતા ભારે વધી ગઈ છે. એક પછી એક તેના નવા નવા પ્રોજેક્ટ સતત આવી રહ્યા છે. તાજેતરમાં જ સિદ્ધાર્થ શુક્લાની ફિલ્મ 'બ્રોકન બટ બ્યુટીફુલ 3' નું ટ્રેલર રિલીઝ થયું છે, જેને લઈ અભિનેતાના ચાહકોમાં ખૂબ ઉત્સાહમાં છે. તેવામાં સિદ્ધાર્થ શુક્લાના ચાહકો માટે હવે એક વધુ સારા સમાચાર છે.  

 

 

ચર્ચાઓ જોરશોરથી થઈ રહી છે કે સિદ્ધાર્થ શુક્લાની એન્ટ્રી સાઉથના સુપરસ્ટાર પ્રભાસની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'આદિપુરુષ'માં થઈ છે. તેને આ ફિલ્મમાં મહત્વની ભૂમિકાની ઓફર કરવામાં આવી છે. ફિલ્મમાં સિદ્ધાર્થ સૈફ અલી ખાનના પુત્ર મેઘનાદની ભૂમિકામાં જોવા મળશે. જો કે આ અંગે નિર્માતા કે અભિનેતા દ્વારા હજી સુધી પુષ્ટિ કરવામાં આવી નથી.

 

 

આ ચર્ચા સામે આવ્યા બાદથી સિદ્ધાર્થ શુક્લાના ચાહકો ખૂબ ખુશ થઈ ગયા છે. જણાવી દઈએ કે પ્રભાસની 'આદિપુરુષ' એક મેગા બજેટ ફિલ્મ છે. જેમાં તેની વિરુદ્ધ કૃતિ સનન જોવા મળશે. આ સિવાય આ ફિલ્મમાં સૈફ અલી ખાન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત અને નિર્માતા ભૂષણ કુમાર છે. ફિલ્મનું બજેટ લગભગ 400 કરોડ કહેવામાં આવી રહ્યું છે. 'આદિપુરુષ' હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ઉપરાંત પાંચ ભાષાઓમાં રજૂ થશે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS