અહીં સિધ્ધેશ્વર મહાદેવ મૂર્તિ સ્વરૂપે બિરાજે છે પાર્વતીજી સાથે

  • February 21, 2020 01:10 PM 108 views

જૂનાગઢમાં જવાહર રોડ પર આવેલ જુના  સુવર્ણ સ્વામિનારાયણ મંદિર ખાતે મૂર્તિ સ્વરૂપે બિરાજતા   વિશ્વમાં એક માત્ર એવા સિદ્ધેશ્વર મહાદેવ ભાવિકો મા અનેરો મહિમા ધરાવે છે.જૂનાગઢ જવાહર રોડ ખાતે આવેલ જૂનું સુવર્ણ સ્વામિનારાયણ મુખ્ય મંદિર કે જે ૨૦૦ વર્ષ જુનું હોય પોતાનો ઐતિહાસિક  ઇતિહાસ ધરાવે છે. તેવા મુખ્ય સ્વામિનારાયણ મંદિરમાં વિક્રમ સંવત ૧૮૮૪ના વૈશાખ સુદ બીજના રોજ શ્રી હરિએ પોતાના સ્વહસ્તે રાધારમણ દેવ, રણછોડરાયજી ત્રિકમરાયજી મહારાજ, સિદ્ધેશ્વર મહાદેવ, હનુમાનજી, ગણપતિજીની પ્રતિષ્ઠા વેદોક્ત ચાર વિધિથી કરેલ. તેમાં પણ સિદ્ધેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા વૈષ્ણવ પરંપરાનુસાર મહાદેવની પૂજન-અર્ચન ની પરંપરા સ્થાપી ભગવાન સ્વામિનારાયણે જ વિષ્ણુ અને શિવની સરખી સેવા પદ્ધતિ સૌપ્રથમ જૂનાગઢમાં કરી.


આખા વિશ્વભરમાં જ્યારે મહાદેવ શિવલિંગ ના સ્વરૂપે પૂજાય છે ત્યારે એક માત્ર એવા જવાહર રોડ પર આવેલા જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે મહાદેવ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે. અને ભાવિકો માટે અનેરો મહિમા ધરાવે છે.જવાહર રોડ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી પ્રેમ સ્વરૂપ દાસજી જણાવ્યું હતું કે સિધેશ્વર મહાદેવ તથા પાર્વતીજીની સ્થાપના ખુદ શ્રી હરિએ પોતાના સ્વહસ્તે કરી તેમજ વૈશાખ વદ બીજના શુભ દિવસે બિરાજિત થયેલ સિદ્ધેશ્વર મહાદેવ ભાવિકોની મનોકામના અવશ્ય પૂર્ણ કરે છે અને સંતાન પ્રાપ્તિ માટે લેવામાં આવેલી મહાદેવની માનતા અવશ્ય પૂર્ણ થાય છે.  જુનાગઢ સ્વામિનારાયણ મુખ્ય મંદિર માં સિધેશ્વર મહાદેવ ઉપરાંત રાધારમણ દેવ, રણછોડરાયજી મંદિર, ઘનશ્યામજી મહારાજ પણ મૂર્તિ સ્વરૂપે બિરાજે છે. દરરોજ મૂર્તિ અભિષેક, વેદિક મંત્રોચ્ચાર થી પૂજન અર્ચન, રાજભોગ,  અન્નકોટ, સહિતની પૂજન વિધિ સિદ્ધેશ્વર મહાદેવ તથા માતા પાર્વતીજીની પણ સાથે જ થાય છે. મૂર્તિને જલાભિષેક દુગ્ધાભિષેક સહિત ભાવભેર પૂજન વિધિ કરવામાં આવે છે. દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો મંદિર ખાતે દર્શન કરવા આવે છે. તો દર પૂનમે હજારો ભાવિકો મંદિર ખાતે પૂનમ ભરવા દર્શનાર્થે આવે છે. આખા વિશ્વમાં એકમાત્ર જ સ્વામિનારાયણ મુખ્ય મંદિર જુનાગઢ ખાતે મહાદેવ મૂર્તિ સ્વરૂપે બિરાજે છે. મહાદેવને રુદ્રી, અભિષેક તેમજ ઋતુ પ્રમાણે મહાદેવને વિવિધ પરિવેશ થી પણ સજવામાં આવે છે. મૂર્તિ પ્રતિષ્ઠા પછી બ્રહ્માનંદ સ્વામીએ રાધારમણ દેવ અને સિદ્ધેશ્વર મહાદેવની સ્તુતિ ના છંદો બોલ્યા ત્યારે શ્રી જી મહારાજે છંદો વિષે જણાવેલ કે આ રાધારમણ દેવ ના છંદ માં શ્રીમદ્ ભાગવતના દશમાં સ્કંધ નો તમામ સાર આવી જાય છે અને આ મહાદેવજીના છંદોમાં શિવપુરાણ અને મહાદેવજીનો પણ મહિમા છે. જે પણ ભાવિકો માટે અલૌકિક અને અનોખો મહિમા ધરાવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application