દિશા-રાહુલના લગ્નના રિસેપ્શનમાં શ્વેતાએ બ્લુ ફેધર સાડી પહેરી હતી, જેની કિંમત છે હજારોમાં 

  • July 19, 2021 06:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિશા-રાહુલના લગ્નના રિસેપ્શનમાં શ્વેતાએ બ્લુ ફેધર સાડી પહેરી હતી, જેની કિંમત હજારોમાં છે.

 

 

ટેલીવુડના જાણીતા કલાકાર દિશા પરમાર અને રાહુલ વૈદ્યએ લગ્ન કરી લીધા છે. વર્ષ 2020 થી બંનેના લગ્નને લઈને ઘણી વાતો ચાલતી હતી. ખતરો કે ખિલાડીના શૂટિંગ થયા પછી રાહુલ વૈદ્યે લગ્ન કરી લીધા છે. તેમના લગ્નના રિસેપ્શનમાં ખતરો કે ખિલાડી અને બિગ બોસ તરફથી સાથી સ્પર્ધકો જોડાયા હતા; જેમાં શ્વેતા તિવારી પણ હતી. 

 

 

શ્વેતા તિવારી એ ટીવી જગતનો ગ્લેમરસ ચહેરો છે. શ્વેતા તાજેતરમાં જ મુંબઇ સ્થિત તેના મિત્ર રાહુલ વૈદ્ય અને દિશા પરમારના લગ્ન રિસેપ્શનમાં સામેલ થઈ હતી.

 

 

આ દરમિયાન અભિનેત્રીની સુંદર શૈલીએ સૌનું ધ્યાન ખેંચ્યું. તે ટ્રેડિશનલ સાડીમાં જોવા મળી હતી. શ્વેતા તિવારીએ બ્લુ ફેધરની સાડી પહેરી હતી. તેમણે આ લુકમાં તેણે પોતાના ફોટા પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. 

 

 

શ્વેતા તિવારીની આ સાડી ઘણી મોંઘી છે. આ સાડીની કિંમત જાણીને કેટલાક ચાહકો નિરાશ થઈ શકે છે. કારણ કે તેનો રેટ એટલો ઉંચો છે કે તે ખરીદી શકવી બધાની જ વાત નથી. શ્વેતાની આ સાડી 90 હજાર રૂપિયાની છે. જો તમે તેને ખરીદવા માંગતા હોવ તો ડિઝાઇનર પૂજા પેશોરીયાના ઓનલાઇન કલેકશનમાં આ સાડી શામેલ છે.

 

 

શ્વેતા તિવારીને સાડી સાથે વિશેષ જોડાણ છે. જોકે તે વેસ્ટર્ન આઉટફિટ્સની પણ ચાહક છે; પરંતુ જ્યારે સાડીઓની વાત આવે છે ત્યારે શ્વેતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એ વાતનો પુરાવો છે કે, અભિનેત્રીએ એકથી વધુ સાડીઓ પહેરી છે જે તેના પ્રશંસકોના હોશ ઉડાવી દે છે. 

 

 

 

શ્વેતા તિવારી ઉપરાંત રાહુલ વૈદ્ય અને દિશા પરમારના લગ્નના રિસેપ્શનમાં ટેલીવુડની અન્ય જાણીતી હસ્તીઓ જેમાં અલી ગોની, રાખી સાવંત, જાસ્મિન ભસીન, અર્જુન બીજલાની અને અનુષ્કા સેન પણ જોવા મળ્યા હતા. 

 

 

શ્વેતા તિવારીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તેને હાલમાં જ કેપટાઉંનમાં ખતરો કે ખીલાદીનું શૂટિંગ પૂર્ણ કર્યું છે; અને ભારત પરત ફરી છે. શૂટિંગ દરમિયાન તેણીએ ખુબ એન્જોય કર્યું હતું. 

 

 

 

હાલમાં અભિનેત્રી પોતાના અંગત જીવનમાં ઉતાર-ચઢાવનો સામનો કરી રહી છે. પૂર્વ પતિ અભિનવ કોહલી સાથેના તેના સંબંધ ઘણા બગડ્યા છે. બંને સમય-સમય પર એકબીજા પર આરોપ લગાવતા રહે છે; પરંતુ આ મામલે હજી કોઈ નિષ્કર્ષ આવ્યો નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application