બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ પોલીસ સતત તપાસ કાર્યવાહી કરી રહી છે, એવામાં એક ચોંકાવનારી બાબત સામે આવી છે મુંબઈ પોલીસે સુશાંતસિંહ રાજપૂતના સાઇકીયાટ્રિસ્ટ કેસરી ચાવડા સાથે પૂછપરછ શરૂ કરી હતી, ડોક્ટરે પોતાના એક નિવેદનમાં એવો ખુલાસો કર્યો છે કે જેને સાંભળી અને પોલીસ પણ આશ્ચર્યમાં મૂકાઈ છે.
ગત 14 જૂનના દિવસે સુશાંતસિંહ બાંદ્રામાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી, કોઇ પણ એ બાબત સમજી શકતું ન હતું કે સુશાંતએ આવું શા માટે કર્યું પોલીસે આ અંગે તેના પરિજનો મિત્રવર્તુળ તેમજ સંબંધિતો સાથે પૂછપરછ શરૂ કરી હતી.
મુંબઈ પોલીસે પૂછપરછ કરતા કેસરી ચાવડાએ પોતાનાં નિવેદનમાં જણાવ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતની એક ગર્લફ્રેન્ડ અને પવિત્ર રિશતાની કોસ્ટર અંકિતા લોખંડે સાથે અલગ થવાનો તેને ખૂબ જ પસ્તાવો હતો, તેને લઈને તેઓ થોડા વ્યથિત રહેવા લાગ્યા હતા, અંકિતાથી અલગ થયા બાદ કેટલાક દિવસો સુધી તો બધું બરાબર ચાલ્યું પરંતુ તેઓ થોડા ડિસ્ટર્બ રહેવા લાગ્યા હતા, એ સમયે કૃતિ સેનને તેની લાઈફમાં એન્ટ્રી કરી હતી, પરંતુ તે લાંબો સમય સુધી ચાલી શક્યું ન હતું.
ડોક્ટરે જણાવ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતના વર્તન માં ઘણું બધું પરિવર્તન આવી ગયું હતું ,તેને ઊંઘ ન આવવાની સમસ્યા ઉપસ્થિત થઈ હતી, ચિત્ર-વિચિત્ર અવાજો સંભળાતા હતા, આ દરમિયાન તેણે પોતાના ડોક્ટર સાથે ત્રણ વખત મુલાકાત કરી હતી.
ડોક્ટરે જણાવ્યું હતું કે સુશાંતે તેમની સાથે રિયા ચક્રવતીને લઈને પણ ખુલીને વાત કરી હતી, તેમનું કહેવું હતું કે રિયા અને તેઓ એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા, પહેલા રિયા પોતાના એક મિત્ર સાથે રહેતી હતી પરંતુ થોડા દિવસો બાદ તે સુશાંત સાથે તેની ઘરે આવી અને રહેવા લાગી હતી, પરંતુ સુશાંત રિયાના વર્તનથી ખુશ નહોતા.
રિયા ચક્રવતી નહોતી ઇચ્છતી કે સુશાંત તેના રિલેશન સાથે જોડાયેલી કોઇપણ પોસ્ટ સોશિઅલ મીડિયા પર પોસ્ટ કરે, અને જો તેઓ કરતા હતા તો રિયા તેને તુરંત ડીલીટ કરી દેવાનું કહેતી હતી, આ બાબતોને લઈને સુશાંત વધારે વ્યથિત રહેવા લાગ્યા હતા.
સુશાંત સિંહ રાજપુતને એ અનુભૂતિ થઈ ચૂકી હતી કે અંકિતા એક માત્ર હતી જેને તેને સાચા દિલથી પ્રેમ કર્યો હતો, ડોક્ટરે પોલીસને જણાવ્યું હતું કે તેઓ વારેવારે એમ કહેતા હતા કે અંકિતા સાથે બ્રેક અપ કરીને તેમણે મોટી ભૂલ કરી છે.
સુશાંત હંમેશા અંકિતાને યાદ કરતા હતા, અને સાથે સાથે ડોક્ટરનું પણ કહેવું છે કે તેમના મગજ પર એક વાર જે બાબત સવાર થઈ ગઈ તે આ અંગે તેઓ અલગ -અલગ રીતે વિચારતા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationગુજરાતમાં આજે કોરોના પોઝિટિવ 13105 કેસ નોંધાયા
April 22, 2021 07:39 PMરાજકોટની વરવી વાસ્તવિકતા, એમ્બ્યુલન્સમાં અંતિમવિધિ માટે એક સાથે 4-4 મૃતદેહ લવાયા
April 22, 2021 07:25 PMરાજકોટ : ઓક્સિજનની અછત, લોકો કહી રહ્યા છે, "ઓક્સિજનને કારણે અમારા સ્વજન મોતને ભેટશે"
April 22, 2021 07:21 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech