ક્યા હોલીવુડ ડાયરેક્ટર સાથે કામકરવાની સુશાંતની ઇચ્છા રહી ગઈ અધૂરી

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ સમગ્ર દેશ શોક તથા આશ્ચર્યમાં મુકાયો છે, એક યુવાન તેમજ ટેલેન્ટેડ અભિનેતાનું આમ એકાએક ચાલી જવું એ બોલિવૂડ માટે મોટી ક્ષતિ ગણી શકાય. સુશાંત માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ એસ્ટ્રોફિઝિક્સ, બિહેવિયરલ ઇકોનોમિક્સ, એસ્ટ્રોનોમી, ફિઝિક્સ જેવા પટેલ વિષયોમાં પણ ઘણો રસ ધરાવતા હતા.

 

આ કારણ છે કે તેમને ઇન્ડસ્ટ્રીના સૌથી શાનદાર અને બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે ઓળખવામાં આવતા હતા. સુશાંત માત્ર બોલીવૂડ સુધી સીમિત રહેવા માંગતા નહોતા પરંતુ હોલીવુડ ના બે ડાયરેક્ટર સાથે કામ કરવા માગતા હતા તેમની ફિલ્મો જોઈને તે ઘણા પ્રભાવિત થયા હતા.

 

સુશાંતે આજથી ચાર વર્ષ પહેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હોલિવૂડના પ્રસિદ્ધ ડાયરેક્ટર ક્રિસ્ટોફર નોલન સાથે કામ કરવા માંગે છે. તેમણે જણાવ્યું હતું કે જે પ્રકારનો કોઈ વસ્તુ નિહાળવાનો દ્રષ્ટિકોણ  અદભૂત છે. મેં તેમનો એક વીડિયો જોયો હતો જેમાં તેઓ પોતાની ફિલ્મ મમેન્ટોના સ્ક્રીનપ્લેને લઈને ચર્ચા કરી રહ્યા હતા. આ નિહાળવું ખૂબ જ રસપ્રદ હતું, જેણે મારા મગજને વિચારતું કરી દીધું હતું. આ વીડિયોને જોઈને મને એવું લાગ્યું કે હું તો કશું જાણતો જ નથી.

 

સુશાંત આ  સિવાય ટેક્સી ડ્રાઇવર, ગુડફેલાજ, શટર આઇસલેન્ડ, ડી આઇરીશ મેન જેવી ફિલ્મો નિર્દેશન કરી ચૂકેલા હોલિવૂડના પ્રસિદ્ધ ડાયરેક્ટર  માર્ટિન સ્કોર્સેજી સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મેનહટન, એની હોલ, વિકી ક્રિસ્ટીના, બાર્સિલોના જેવી ક્લાસિક ફિલ્મો બનાવનાર ડાયરેક્ટર વુડી એલન સાથે પણ તેઓને કામ કરવું છે, જોકે સુશાંતના ગયા બાદ તેમની તમામ ઇચ્છાઓ અધૂરી રહી ગઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS