સુશાંતે કઈ રીતે શીખ્યો હતો ધોનીનો હેલિકોપ્ટર શોટ, જાણો કોચ બેનર્જી પાસે 

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ભારતને બે વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ક્રિકેટ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીનાં જીવન પર બનેલી ફિલ્મ 'એમ.એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી'માં ધોનીનું પાત્ર નિભાવનાર સુશાંત સિંહ રાજપૂતે લોકોની ખૂબ જ વાહવાહી મેળવી હતી. 

 

ધોનીની ફિલ્મમાં ધોની જેવો બનવા માટે સુશાંતે ઘણી મહેનત કરી હતી, અને તે માટે ધોનીના નાનપણના કોચ કેશવ બેનર્જી પાસે પણ ગયા હતા. જેથી ભારતીય કપ્તાન આ બહુચર્ચિત હેલિકોપ્ટર શોટને લગાવતા તે શીખી શકે.

 

ફિલ્મમાં ઘણી બધી એવી બાબતો હતી જે સુશાંત ધોનીની જેમ જ આબેહૂબ અદા કરી હતી. હેલિકોપ્ટર શોટ તેમાંથી એક છે. બેનરજીનું પાત્ર અનુભવી અભિનેતા રાજેશ શર્માએ નિભાવ્યું હતું.


ધોનીના કોચ બેનર્જીએ જણાવ્યું છે કે સુશાંત ઘણા સારા વ્યક્તિ હતા અને તેમણે ફિલ્મમાં હેલિકોપ્ટર શોટ આપવા માટે ધોનીની જેમ શીખવા માટે તેઓનો સંપર્ક કર્યો હતો.

 

બેનર્જીએ જણાવ્યું હતું કે તેઓ ખૂબ જ સારા વ્યક્તિ હતા ઉપરાંત લોકો સાથે સારું વર્તન કરતા હતા આજે આ સમાચાર જાણ્યા બાદ વિશ્વાસ કરી શકાય તેમ નથી. તેમણે જણાવ્યું હતું કે મને યાદ છે કે તેઓ રાંચી આવ્યા હતા અને લાંબી ચર્ચા કરી હતી, તેમને  જણાવ્યું હતું કે અહી આવીને  મને બધું પૂછતાં હતા. ધોનીના  મિત્રો ક્યા હતા. તે હંમેશા મને કહેતા હતા કે દાદા ધોની જેવો હેલિકોપ્ટર શોટ મને શીખવાડી દો ને.

 

તેમણે જણાવ્યું હતું કે તેઓ મને એમ પૂછતા હતા કે માહી કઈ રીતે રમે છે, તેના ચહેરાના હાવભાવ કેવા હોય છે. તેઓ કામ માટે ઘણા  ફોકસ હતા. આ માટે તેઓ પોતાની ભૂમિકા સરસ રીતે કરી શક્યા છે. ફિલ્મ નિહાળીને તમે કહી ન શકો કે આ ધોની નથી. આજે મારી પાસે માત્ર તેમની યાદો છે અને હું શોકમાં ગરકાવ છું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS