25 જૂનથી શુક્ર માર્ગી બનશે, કઈ રાશિઓના જાતકોના જીવનમાં રોમાન્સ અને ધન-વૈભવ વધશે

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શુક્ર ગ્રહ 25 જૂનના રોજ માર્ગી  બનશે, શુક્ર માર્ગી હોવું ઘણી બધી રાશિઓ માટે શુભ પરિણામ દાયક બનશે, આ સમયે શુક્ર વૃષભ રાશિમાં સ્થિત છે, શુક્રની માર્ગે ચાલતી ઘણી બધી રાશિના જાતકોના જીવનમાં ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ થશે. તેમ જ આર્થિક સંકટનું સમાધાન થશે તેમ જ લગ્નજીવન અને પ્રેમ જીવનમાં આવતી બાધાઓ દૂર થશે ચાલો જાણીએ શુક્ર માર્ગી તમારી રાશિ પર શું પ્રભાવ પાડી શકે છે..


મેષ

 

શુક્રની સીધી ચાલ તમને આર્થિક લાભ પહોંચાડશે તમને ભૌતિક સાધનોની પ્રાપ્તિ થશે, લગ્ન જીવન સુખદ બનશે, પતિ-પત્નીની વચ્ચે ચાલી રહેલા વિવાદો દૂર થશે, અંગત જીવનમાં તાજગી આવશે અને પ્રેમ સંબંધ ચાલી રહ્યો હોય તો વાત લગ્ન સુધી પહોંચી શકશે.

 

વૃષભ

 

તમારા ભૌતિક સુખમાં વધારો થશે તમને સપના સાકાર થશે, પરંતુ પરિશ્રમ માં ઘટાડો ન કરો, દાંપત્યજીવનમાં મધુરતા આવશે, જે લોકોના લગ્ન હજી સુધી થયા નથી તેઓના lલગ્ન  નિર્ધારિત થઈ શકે છે, પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે..

 

મિથુન

 

તમારી રાશિમાં ધન-સંપત્તિમાં વધારો થશે, તેમ જ સંપત્તિના વિવાદો કારણ બની શકે છે, પરિવારજનો સાથે વારસાગત સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે, આ સમયે તમારે પોતાના ધંધા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, તેમજ અંગત સંબંધોમાં સુધારો આવશે, લગ્નસંબંધો માં કંકાસ ચાલી રહ્યા હોય હોય તો સંકટ દૂર થશે

 

કર્ક

 

તમારી આવકના સાધનોમાં વધારો થશે ધંધા માટે આ સમયે યોગ્ય રહેશે પ્રેમ જીવનમાં કોઈ તરફથી તમને પ્રપોઝલ મળી શકે છે, જો તમે પ્રેમમાં હોય તો પાર્ટનર સાથે સંબંધો મજબૂત બનશે અને મનમેળ ન હોય તો જીવનમાં મીઠાશ આવશે.

 

સિંહ

 

વિવિધ સ્રોતોમાંથી આવક ઊભી થશે, જો તમે સરકારે ક્ષેત્રમાં કામ કરતા હોય તો આ સમયે તમને વધારે લાભ મળી શકે છે, સમાન, પદ પ્રતિષ્ઠામાં વધારો થશે દંપતીઓ માટે સુખ જીવન બની રહેશે.

 

કન્યા

 

તમારું નસીબ જોર કરશે, તમારો બગડેલા કામ બની શકશે, આર્થિક સ્થિતિમાં સુધારો થશે ભૂષણના રૂપે મળી શકે છે, નોકરીની શોધમાં હોય તો તે શોધ પૂરી થઇ શકે છે.

 

તુલા

 

આ સમયે તમે જે સમસ્યામાંથી પસાર થઈ રહ્યા હોય તેમાં ઘટાડો થશે જોકે તમારે તેના માટે પુરુષાર્થ કરવો પડશે, પ્રેમ સંબંધોમાં હુંફ અનુભવાશે, પહેલા જેવી કડવાહટ નહીં રહે, પરંતુ હજુ પણ સંબંધ પહેલા જેવા સામાન્ય નહીં બનશે.

 

વૃશ્ચિક

 

લગ્નજીવન સારુ રહેશે, જીવનસાથી સાથે સંબંધો સુધરશે જે દંપતીઓના નવા નવા લગ્ન થયા છે તેમના માટે આ સમય ખૂબ જ સુંદર રહેશે, પ્રેમી પ્રેમિકા સાથે બગડેલી બાબતો બનશે અથવા નવા પ્રેમ સંબંધો પણ પ્રાપ્ત થશે. વેપારમાં લાભ થશે.

 

ધન

 

આ રાશિના જાતકો  માટે આ સમય સારો રહેશે, માનસિક અને શારીરિક રૂપે દુર્બળતા દૂર થશે, શત્રુ પણ તમારાથી ભયભીત રહેશે, પોતાના સંબંધોમાં હુંફ લાવવા માટે તમારે ભેટ-સોગાદોનું આદાન-પ્રદાન કરવું પડશે, પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે.

 

મકર

 

આ સમય દરમિયાન તમે ઘણી સફળતા પ્રાપ્ત કરશો, વિદ્યાર્થીઓ માટે આ સમય સાનુકૂળ રહેશે, આર્થિક ક્ષેત્રમાં લાભ થવાની સંભાવના પ્રબળ છે અને તમારી બચતમાં પણ વધારો થશે.

 

કુંભ

તમારી નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે અચાનક ધનપ્રાપ્તિના યોગ બનશે, વારસાગત સંપત્તિ મળવાની સંભાવના છે, ઘર પરિવાર માટે જરૂરી સામાન ખરીદી શકશો. લગ્નજીવનમાં ખુશી આવશે અને પરિવારમાં તમારું મહત્વ વધશે.

 

મીન

તમારા પરિવારમાં ખુશીઓ આવશે, કાયદાકીય નિર્ણય તમારા હિતમાં આવી શકે છે, પરિવારજનો સાથે બગડેલા સંબંધો સુધરશે ભાઈ-બહેનો સાથે મળીને કોઈ નવું કામ શરૂ થઈ શકે છે આવકના નવા સાધનો ઊભા થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS